ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

દીપિકા પાદુકોણે કરી PM મોદીની પ્રશંસા, વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ પર આપી ટિપ્સ

  • દીપિકા પાદુકોણે આ ચર્ચામાં જણાવ્યું કે તે બાળપણમાં ખૂબ જ તોફાની હતી અને ઘણીવાર કૂદીને સોફા, ટેબલ અને ખુરશીઓ પર ચઢી જતી હતી

HD ન્યુઝ ડેસ્કઃ પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’નો ભાગ બની હતી. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ તેના શાળાના દિવસોની યાદો શેર કરી અને વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટિપ્સ પણ આપી હતી. જેનો એક વીડિયો દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પરીક્ષા પે ચર્ચા’ તેની 8મી આવૃત્તિ સાથે પાછી આવી ગઈ છે અને આ વખતે આપણે મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ મુદ્દા પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર. આ એપિસોડ લોન્ચ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ વીડિયોમાં દીપિકા બાળકો સાથે નિખાલસ વાતચીત કરતી જોઈ શકાય છે, જ્યાં તેણે તેના શાળાના દિવસોની મસ્તી અને અભ્યાસ સાથેના સંઘર્ષો વિશે ખુલીને વાત કરી હતી.

દીપિકા ગણિતમાં નબળી હતી

દીપિકા પાદુકોણે આ ચર્ચામાં જણાવ્યું કે તે બાળપણમાં ખૂબ જ તોફાની હતી અને ઘણીવાર કૂદીને સોફા, ટેબલ અને ખુરશીઓ પર ચઢી જતી હતી. તેણે વધુમાં કહ્યું કે ક્યારેક આપણે ખૂબ જ તણાવમાં આવી જઈએ છીએ. જેમ કે હું ગણિતમાં ખૂબ જ નબળી હતી અને હજુ પણ છું, પરંતુ જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’ માં લખ્યું છે, એક્સપ્રેસ, નેવર સપ્રેસ એટલે કે હંમેશા તમારી લાગણીઓ વ્યક્ત કરો, તેને દબાવશો નહીં. હંમેશા તમારા મિત્રો, પરિવાર, માતાપિતા અને શિક્ષકો સાથે ખુલીને વાત કરો. તેણે વિદ્યાર્થીઓને ડાયરી લખવાની આદત વિકસાવવાની પણ સલાહ આપી, જેથી તેઓ તેમના વિચારો અને લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે.

વિદ્યાર્થીઓને સમજાવ્યું મેન્ટલ હેલ્થનું મહત્ત્વ

દીપિકા પાદુકોણે પણ ડિપ્રેશન સામે લડવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ વિશે જાગૃત કર્યા. તેણે વિદ્યાર્થીઓને એક મજાની એક્ટિવિટી કરાવી. જેમાં દરેક વ્યક્તિને પોતાની તાકાતની ઓળખ કરીને લખવા કહ્યું. આ એક્ટિવિટી દ્વારા તેણે ઉદાહરણ આપ્યું કે દરેક વ્યક્તિમાં એક ખાસ ગુણ હોય છે, જેને ઓળખવો અને નિખારવો પણ ખૂબ જ મહત્ત્વનું છે.

પીએમ મોદીનો આભાર માન્યો

આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવા બદલ દીપિકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને તમામ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી. અભિનેત્રીએ પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપી એટલું જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય વિશે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો. પીએમ મોદીના પુસ્તક “એક્ઝામ વોરિયર્સ”નો ઉલ્લેખ કરતા, તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ પરીક્ષા દરમિયાન પોતાના પર દબાણ ન લાવે અને પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરે. પરીક્ષા પે ચર્ચા 2025 નો આ સંપૂર્ણ એપિસોડ 12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે, જેને તમે સરળતાથી ઓનલાઈન અને સરકારી પ્લેટફોર્મ પર જોઈ શકો છો.

આ પણ વાંચોઃ રણવીર ઈલાહાબાદિયાનું વિવાદિત વીડિયો Youtubeથી હટાવાયો, સૂચના પ્રસારણ મંત્રાયલે મોકલી હતી નોટિસ: સૂત્ર

આ પણ વાંચોઃ હનુમાન ચાલીસા હરશે રોગ અને ડર, ડૉકટરે જણાવ્યું વિજ્ઞાન અને જાપની સાચી રીત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button