ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

CWG 2022: પ્રિયંકા ગોસ્વામીએ જીત્યો સિલ્વર, રચ્યો ઈતિહાસ

Text To Speech

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 10 હજાર મીટર રેસ વોકમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે.

આ ખેલાડીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા દેશને મેડલ અપાવ્યો. પ્રિયંકાએ 43:38.82માં રેસ પૂરી કરી.

Priyanka Goswami
Race Walker Priyanka Goswami

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગોસ્વામીએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

Priyanka Goswami
Priyanka Goswami

પ્રિયંકા ગોસ્વામીએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તે 17માં સ્થાને રહી હતી. પરંતુ કોમનવેલ્થ ગેમ્સમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હતો.

Priyanka-Goswami
Priyanka-Goswami

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગોસ્વામી પહેલા જિમ્નાસ્ટ બનવા માંગતી હતી. પરંતુ તે એથ્લેટિક્સમાં મળેલા પુરસ્કારો તરફ આકર્ષાઈ અને તેણે આ રમત અપનાવી. વર્ષ 2021, ફેબ્રુઆરીમાં પ્રિયંકાએ રેકોર્ડ ટાઇમિંગ સાથે 20 કિમીની રેસ જીતી હતી.

Race Walker Priyanka Goswami
Race Walker Priyanka Goswami

પ્રિયંકા ગોસ્વામીએ 1:28.45ના રેકોર્ડ સમય સાથે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું. મુઝફ્ફરનગરના આ એથ્લેટે કોઈ મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રથમ વખત મેડલ જીત્યો છે.

Back to top button