ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: ઓનલાઇન ચંપલ મંગાવવા મહિલાને પડ્યા ભારે, રૂ.1.98 લાખ ગુમાવ્યા

Text To Speech
  • ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા અનેક પ્રકારની ટેકનિક અજમાવે છે
  • એકાઉન્ટમાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.1.98 લાખ ઉપડી ગયા
  • કુરિયર મળી જશે તેમ કહી રૂ.2 ટ્રાન્સફર કરવા કહ્યું અને એક લિન્ક મોકલી

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ઓનલાઇન ફ્રોડની સંખ્યામાં વધારો થયો છે. જેમાં દરરોજ અવનવા પ્રકારે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતી સ્કૂલ કાઉન્સેલર મહિલાએ ઓનલાઇન ચંપલ મંગાવતા રૂપિયા 1.98 લાખ ગૂમાવવા પડયા છે.

ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા અનેક પ્રકારની ટેકનિક અજમાવે છે

ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા અનેક પ્રકારની ટેકનિક અજમાવવામાં આવી રહી છે. જેમાં બોગસ કસ્ટમર સાઇટનો પણ સમાવેશ થાય છે. ત્યારે અકોટામાં ગાર્ડન પાસે રહેતી મહિલાએ તેની માતા માટે ઓનલાઇન ચંપલ મંગાવ્યા હતા. જેથી તેને એક્સપ્રેસબીઝ મારફતે ડિલિવરી મળી જશે તેમ કહેવામાં આવ્યું હતું. વધુમા મહિલાએ જણાવ્યું કે પાર્સલ વહેલું મળે તે માટે મેં ફોન કરતાં મને કુરિયર કંપનીમાં વાત કરવી પડશે તેમ કહ્યું હતું.

એકાઉન્ટમાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.1.98 લાખ ઉપડી ગયા

જેથી ઓનલાઇન સર્ચ કરી કસ્ટમર કેર નંબર લઇ સંપર્ક કરતાં મને સાંજે કુરિયર મળી જશે તેમ કહી રૂ.2 ટ્રાન્સફર કરવા કહ્યું હતું. મને એક લિન્ક મોકલી હતી. જે લિન્ક ક્લિક કરતાં એપ ડાઉનલોડ થઇ હતી.આ એપમાં મારી ડિટેલ માંગવામાં આવી હતી અને પેમેન્ટનો ઓપ્શન હતો. મેં ગૂગલ પે પસંદ કરી રૂપિયા 2 ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ ત્યારબાદ મને પાર્સલ મળ્યું ન હતું. થોડા સમય બાદ મારા એકાઉન્ટમાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.1.98 લાખ ઉપડી ગયા હતા.

આ પણ વાંચો: જામનગર: ઓનલાઈન ફ્રોડથી મેળવેલા રૂપિયા સગવગે કરતા 3 ઇસમો ઝડપાયા 

Back to top button