25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, વકફ બિલ- વન નેશન વન ઇલેક્શન પર હંગામો થવાની શક્યતાઓ
નવી દિલ્હી, 1 નવેમ્બર : સંસદના શિયાળુ સત્રને લઈને નવીનતમ અપડેટ સામે આવી છે. સૂત્રોનું માનીએ તો સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે બંધારણની 75મી વર્ષગાંઠ પર સંસદનું સંયુક્ત સત્ર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં યોજવામાં આવી શકે છે. આ દરમિયાન ઘણી બેઠકો પણ થશે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
સંસદના શિયાળુ સત્રમાં તમામની નજર વન નેશન વન ઈલેક્શન અને વકફ બિલ પર છે. આ બંને મુદ્દે સત્ર ભારે તોફાની બને તેવી શક્યતા છે. વન નેશન વન ઈલેક્શનને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, હવે આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. જો કે વિરોધ પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર માટે આ બિલ પાસ કરવું ઘણું મુશ્કેલ બની જશે.
ચૂંટણી પરિણામો બાદ સત્ર યોજાશે
વકફ બિલ 2024 પર સતત ચર્ચાઓ થઈ રહી છે. તમામ વિરોધ પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. ચોમાસા સત્રમાં આ બિલ પર વિચારણા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં જેપીસી શિયાળુ સત્રમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. આ અંગે વિપક્ષી પાર્ટીઓ સતત વિરોધ કરી રહ્યા છે. આ સિવાય પણ આવા ઘણા બિલ છે જે સંસદના શિયાળુ સત્રમાં પસાર થવાના છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પરિણામો બાદ યોજાનાર આ સત્રમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : રાષ્ટ્રીય યુવા પુરસ્કારો માટે અરજી કરવા ડૉ. મનસુખ માંડવિયાની ટહેલઃ જૂઓ વીડિયો