ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બેંગલુરુના રસ્તા પર મોર્નિંગ વોક કરતી મહિલાની છેડતી, CCTV થયા વાયરલ

બેંગલુરુ, 05 ઓગસ્ટ: બેંગલુરુમાં એક મહિલાની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાબેતા મુજબ આ મહિલા સવારે 5 વાગે ફરવા નીકળી હતી. તે દરમિયાન એક વ્યક્તિએ મહિલા સાથે ગેરવર્તન કર્યું અને ત્યાંથી ભાગી ગયો. મહિલા મૂળ રાજસ્થાનની છે. મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે સવારે બની હતી. આ મહિલા એક જગ્યાએ ઊભી રહીને તેના મિત્રોની રાહ જોઈ રહી હતી. ત્યારે પાછળથી આવેલા એક વ્યક્તિએ તેની સાથે ગેરવર્તન કર્યું. છેડતીના સીસીટીવી ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આરોપી મહિલાને કિસ કરવોનો ટ્રાય કરી રહ્યો છે. પછી મહિલાએ અવાજ કર્યો (બુમ પાડી) અને કોઈક રીતે પોતાને છેડતી કરનારની ચુંગાલમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો બદમાશે તેનું મોં દબાવવાનો પ્રયાસ કર્યો. પાછળથી કેટલાક લોકો આવતા હોવાનો અવાજ સાંભળીને તે સ્થળ પરથી ભાગી ગયો હતો.

પોલીસે CCTVના આધારે આરોપીની કરી રહી છે શોધખોળ

પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ બદમાશને શોધી રહી છે. આ કેસમાં કોનાનકુંટે પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો પાસેથી માહિતી એકઠી કરી હતી. ડીસીપી દક્ષિણ, લોકેશ જગલાસરે કહ્યું કે કોનાનકુંટે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી. મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે અને BNS 76, 78, 79 (છેડતી, પીછો અને કપડાં ઉતારવા, જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અહીં જૂઓ CCTV:

 

ટૂંક સમયમાં જ આરોપી ઝડપાઈ જશે

ડીસીપીએ કહ્યું, અમે આરોપીને શોધી રહ્યા છીએ. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે ત્યાં યોગ્ય કાર્યવાહી પહેલાથી જ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: માતાએ ભીંડાનું શાક બનાવતા કપૂત દીકરાએ કરી દીધી હત્યા, હવે કોર્ટે..

Back to top button