લેન્સ પહેર્યા બાદ જાણીતી અભિનેત્રીને આંખોમાં દેખાવાનું થયું બંધ, કહ્યું- મે દ્રષ્ટિ ગુમાવી
મુંબઈ, 23 જુલાઇ, ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી જાસ્મીન ભસીન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેણે કહ્યું કે તેને આંખની સમસ્યા થઈ છે. અભિનેત્રીએ કહ્યું કે તાજેતરમાં જ લેન્સ પહેર્યા બાદ મારી આંખોને નુકસાન થયું છે. લેન્સ પહેર્યા બાદ મને દુઃખવા લાગ્યું, બળવા લાગ્યું અને થોડા સમય પછી મને જોવાનું જ બંધ થઈ ગયું. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ વાતની જાણ થતા તેના ચાહકો ચિંતિત બન્યા છે.
આંખોનો કોર્નિયા ડેમેજ થઈ ગયો
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જસ્મીન ભસીન તેની અંગત તેમજ પ્રોફેશનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી સાથે એવું થયુ છે જેણે તેના ચાહકો અને તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. લેન્સને કારણે અભિનેત્રીએ એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. લેન્સ પહેર્યા પછી અભિનેત્રીએ તેની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે, જેના માટે તે સારવાર હેઠળ છે. આ સાથે જ ડોક્ટરે જાસ્મિનને કહ્યું કે તેની આંખોનો કોર્નિયા ડેમેજ થઈ ગયો છે જેના કારણે તેની સારવાર કરાવવી પડશે. ચાહકો અભિનેત્રીના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
જાસ્મીને જણાવ્યું કે 17 જુલાઈના રોજ તે એક ઈવેન્ટ માટે દિલ્હીમાં હતી. આ સમય દરમિયાન, જ્યારે તે તૈયાર થઈ રહી હતી, ત્યારે તેણે લેન્સ પહેર્યા. લેન્સ મૂકતાની સાથે જ તેની આંખો ખરાબ થઈ ગઈ. લેન્સ પહેર્યા પછી આંખો બળવા લાગી. હું તાત્કાલિક ડૉક્ટર પાસે જવા માંગતી હતી. પરંતુ કામના કારણે હું તે સમયે જઈ શકી ન હતી. પહેલા મેં ઇવેન્ટમાં જવાનું નક્કી કર્યું અને પછી ડૉક્ટર પાસે. જાસ્મિને કહ્યું કે મેં આખી ઈવેન્ટમાં સનગ્લાસ પહેર્યા હતા, મારી ટીમ ઈવેન્ટમાં મને મદદ કરી રહી હતી કારણ કે થોડા સમય પછી હું કંઈ જોઈ શકતી ન હતી.
જાસ્મિનની આંખો હવે કેવી છે?
જાસ્મીન તેની આંખોની સારવાર કરાવી રહી છે. તેણે વર્તમાન પરિસ્થિતિ વિશે જણાવ્યું કે હું હજુ પણ ખૂબ જ પીડામાં છું. ડોક્ટરોએ કહ્યું હતું કે હું ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જઈશ પણ ત્યાં સુધી મારે મારી આંખોની યોગ્ય કાળજી લેવી પડશે. મારા માટે આ સરળ નથી કારણ કે હું કંઈ જોઈ શકતી નથી. આ દુખાવાના કારણે મને રાત્રે ઊંઘવામાં તકલીફ થાય છે. જાસ્મિનને આશા છે કે તે જલ્દી કામ પર પરત ફરશે. તેણીએ કહ્યું કે સારી વાત એ છે કે મારે કામ મુલતવી રાખવું પડ્યું નથી, મને આશા છે કે હું જલ્દી સ્વસ્થ થઈને કામ પર પરત ફરીશ.
આ પણ વાંચો..ધ બ્લફના સેટ પરથી લીક થયો પ્રિયંકા ચોપરાનો લૂક, અભિનેત્રીને ઓળખવી પણ મુશ્કેલ