ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

દિલ્હીથી યુએસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જુઓ ક્યાં કરાયું લેન્ડિંગ?

Text To Speech
  • કાર્ગો હોલ્ડ એરિયામાં સંભવિત સમસ્યાની જાણ થતાં ફ્લાઈટ રશિયા ડાઇવર્ટ કરાઈ
  • ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ

નવી દિલ્હી, 19 જુલાઈ : દિલ્હીથી યુએસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ ફ્લાઈટને રશિયા તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી જ્યાં ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર દિલ્હીથી અમેરિકા જતી ફ્લાઈટને ડાયવર્ટ કરીને રશિયામાં લેન્ડ કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કોકપિટ ક્રૂને કાર્ગો હોલ્ડ એરિયામાં સંભવિત સમસ્યાની જાણ થતાં એરક્રાફ્ટ નંબર AI-183ને યુએસમાં સાન ફ્રાન્સિસ્કોની જગ્યાએ રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ (KJA) તરફ વાળવામાં આવ્યું હતું અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

વિમાનમાં 225 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર સવાર હતા

દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાનમાં 225 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમને KJA ખાતે સુરક્ષિત રીતે ઉતર્યા બાદ આગળની પ્રક્રિયા માટે ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા છે, કારણ કે KJA ખાતે એર ઈન્ડિયાનો પોતાનો સ્ટાફ નથી. એર ઈન્ડિયા સરકારી એજન્સીઓ અને રેગ્યુલેટરી ઓથોરિટીના સંપર્કમાં છે. મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે સાન ફ્રાન્સિસ્કો લઈ જવા માટે KJA માટે ફેરી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે તમામ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવે. ગ્રાહકો અને ક્રૂની સલામતી અને સુખાકારી એ એર ઈન્ડિયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો : ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર ફાસ્ટેગ ન ધરાવતા વાહનચાલકો ચેતજો, NHAI વસૂલશે ડબલ ટોલ

Back to top button