ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

સફળતા આને કહેવાય: ફૂટપાથ પર શાકભાજી વેચતી મહિલાનો પુત્ર બન્યો CA,વાયરલ વીડિયો કરી દેશે ભાવુક

  • માતાને પ્રથમ ભેટ તરીકે સાડી આપી

HD ન્યૂઝ ડેસ્ક, 17 જુલાઇ, મહારાષ્ટ્રમાં ફૂટપાથ પર શાકભાજી વેચતા માતા-પુત્રનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને કોઈપણ ભાવુક થઈ જશે. મહારાષ્ટ્રના મંત્રી રવિન્દ્ર ચવ્હાણે પણ પોતાના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો યોગેશ થોમ્બરે અને તેની માતાનો છે, મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં રહેતો યોગેશ થોમ્બરે CA બન્યો છે. તેની માતા રસ્તા પર શાકભાજી વેચે છે. સીએનું પરિણામ જાહેર થયા બાદ તેણીએ પુત્રને ગળે લગાડીને રડી હતી. તેમની અનેક વર્ષોની તપસ્યા સફળ થઈ.

માતા ખુશીથી રડી પડી

જો તમારામાં કંઇક કરવાનો જુસ્સો હોય તો કોઇપણ અવરોધ તમારા માર્ગમાં આવી શકે નહીં. થાણેના ડોમ્બીવલીમાં શાકભાજી વેચનાર મહિલાના દીકરાએ સીએ બનીને આ સાબિત કર્યું છે. શાકભાજી વિક્રેતાના પુત્રએ આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં ખૂબ જ જટિલ ગણાતી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. મહારાષ્ટ્રના થાણેમાં એક મહિલા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. 11 જુલાઈના રોજ સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ આવ્યા બાદ જ્યારે તેનો પુત્ર યોગેશે ફૂટપાથ પર આવ્યો અને તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની પરીક્ષા પાસ કર્યાના સમાચાર આપ્યા ત્યારે તેની માતા ખુશીથી રડી પડી. તેણે અશ્રુભીની આંખો સાથે પુત્રને ગળે લગાવ્યો. મહિલાએ તેના પુત્રને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલા તેના પુત્રને લાંબા સમય સુધી ગળે લગાવીને રડતી જોવા મળી રહી છે. આ વીડિયોને ઘણા સ્થાનિક નેતાઓએ શેર કર્યો હતો.

દ્રઢ નિશ્ચય, મહેનત અને કંઈક હાંસલ કરવાની ભાવના સાથે, યોગેશે CAની પરીક્ષા પાસ કરી અને તેની પ્રથમ ભેટ તરીકે તેની માતાને સાડી ભેટમાં આપી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોની આંખો ભીની થઈ ગઈ. યોગેશ અને તેની માતા ડોમ્બિવલી નજીક ખોની ગામમાં રહે છે. તેની માતા નીરા છેલ્લા 20-22 વર્ષથી ગાંધીનગર, ડોમ્બિવલીમાં શાકભાજી વેચે છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસે અભિનંદન પાઠવ્યા હતા
મા-દીકરાનો આ વીડિયો જોઈને લોકો યોગેશની મહેનતના વખાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ યોગેશને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય આસપાસના લોકો પણ તેની માતાને અભિનંદન આપવા આવ્યા હતા. શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ પોતાના એક્સ હેન્ડલ પર માતા અને પુત્રનો આ ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું, “માતાએ તેના પુત્રને ગર્વથી ગળે લગાવ્યો. તાજેતરમાં CA ઓલ ઈન્ડિયા પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. ડોમ્બિવલીનો યોગેશ થોમ્બરે પરીક્ષા પાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. માતા વર્ષોથી ફૂટપાથ પર શાકભાજી વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પુત્રએ સફળતાના સમાચાર સંભળાવતા જ માતા ભાવુક થઈ ગઈ. યોગેશને ખૂબ ખૂબ અભિનંદન.”

આ પણ વાંચો..ઓલિમ્પિક કાઉન્ટડાઉનઃ ટેનિસમાં ઓલિમ્પિક મેડલ જીતનારો એકમાત્ર ભારતીય લિએન્ડર પેસ, વર્ષો પહેલા કર્યો હતો કમાલ

Back to top button