અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના નિવૃત્ત CAને શેરબજારમાં રોકાણ કરાવીને ગઠિયાએ 1.97 કરોડની છેતરપિંડી આચરી

અમદાવાદ, 15 મે 2024, આજના આધુનિક યુગમાં ઓનલાઈન કામો પર વધુ ભાર મુકવામાં આવે છે. બેંકના કામો પણ ઘરે બેઠા મોબાઈલ દ્વારા થઈ જતાં હોય છે. ત્યારે શહેરમાં એક નિવૃત્ત ચાર્ટડ એકાઉન્ટને કેટલાક ગઠિયાઓએ શેરબજારમા રોકાણ કરાવી મોટા નફાની લાલચ આપી હતી. જેથી નફાની લાલચે આ નિવૃત્ત ચાર્ટડ એકાઉન્ટન્ટે શેરબજારમાં 1.97 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને પાંચ કરોડ રૂપિયાનો પ્રોફિટ પણ બતાવાયો હતો. જ્યારે તેમણે આ રકમમાંથી 1.71 કરોડની રકમ ઉપાડવાની વાત કરી હતી ત્યારે તેમને આ રકમ પર ટેક્સ ભરવો પડશે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારે 18.70 લાખનો ટેક્સ ભર્યા પછી પણ તેમની રકમ નહીં ઉપડતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું લાગતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અજાણ્યા પર વિશ્વાસ રાખવો ભારે પડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાસણામાં રહેતા મધુકાન્ત પટેલ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી માસના પહેલા સપ્તાહમાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનારે પોતાની ઓળખ સુનિલ સિંઘાનિયા તરીકે આપી હતી. તે પોતે કરણવીર ધિલોનનો આસિસ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેને મધુકાંતભાઈને એક વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક આપી હતી. તેમને શેરબજારમાં રસ હોવાથી તેઓ ગ્રુપમાં જોડાયા હતાં. આ ગ્રુપમાં શેરબજારની અલગ અલગ પ્રકારની ટીપ્સ આપવામાં આવતી હતી અને વીડિયો કોલ દ્વારા પણ માહિતી આપવામાં આવતી હતી. ત્યાર બાદ મધુકાંત પટેલને અન્ય ગ્રુપોમાં પણ જોડવામાં આવ્યા હતાં. આ ગ્રુપોમાં શેરના ભાવ અને ખરીદ વેચાણની વિગતો આપવામાં આવતી હતી.

પહેલા નાનું રોકાણ કર્યું પછી તગડી રકમ ભરી
મધુકાંત પટેલે શરૂઆતમાં સુનિલના કહેવાથી નાની રકમમાં રોકાણ કર્યું હતું અને તેના દ્વારા આપવામાં આવતી ટીપ્સ દ્વારા તેઓ ટ્રેડિંગ કરતાં હતાં. ત્યાર બાદ શેરના ભાવના આધારે તેઓ સેલ અને પરચેસ કરતાં હતાં. જેની રકમ તેમની વેબસાઈટની આઈડીમાં જોવા મળતી હતી. તેમણે સુનિલના કહેવાથી 1 કરોડ 97 લાખ 40 હજાર રૂપિયા શેર ખરીદ વેચાણ માટે ભર્યા હતાં. જેમાં તેમણે સૌથી મોટી રકમ 1 કરોડ 6 લાખ રૂપિયા ભર્યા હતી તે સુનિલે તેમને વોડાફોન આઇડીયા કંપનીનો આવેલ આઈપીઓ ભરવા કહી તે આઇપીઓમાં મને વોડાફોન આઇડીયાના શેર લાગેલ છે તેવુ તેમની વેબસાઇટની આઈડીમાં બતાવેલ હતુ.સુનીલ દ્વારા તેમને કહેવામાં આવેલ કે વોડાફોન આઇડીયાના શેરનો હાલ બજારમાં ભાવ 11 રૂપિયા છે પરંતુ હું તમને 6 રૂપિયામાં આ શેર અપાવીશ.

દોઢ કરોડ રૂપિયા ભર્યા પછી અજૂગતુ લાગ્યું
સુનિલે આ વેબસાઇટનો ફાયદો ગણાવી શેર બજારમાં જ્યારે કોઇ શેરમાં અપર કે લોવર શર્કીટ હોય ત્યારે બ્રોકર દ્વારા ચલાવાતી બીજી એપ્લીકેશનમાં શેરની ખરીદ વેચાણ થઇ શકતુ નથી પરંતુ તેમની વેબસાઇટમાં અપર શર્કીટ હોવા છતા પણ તે શેરની ખરીદી કરી શકાય છે તેમજ તેવી જ રીતે કોઇ પણ આઈપીઓ ભરવાની સેબી દ્વારા જે તારીખ આપેલ હોય તે તારીખ વિતી ગયાબાદ પણ તે શેરની લીસ્ટીંગ ન થાય ત્યા સુધી જે તે આઈપીઓમાં એપ્લાય કરી શકાય છે. મઘુકાંત પટેલે એક બે વાર આવી રીતે એક આઈપીઓમાં એપ્લાય કરતા તેના શેર લીસ્ટીંગના દિવસે લાગેલા પણ હતા અને તે શેર વેબસાઇટમાં આઈડીમાં જમા પણ થઇ ગયેલ હતા. આ શેર તેમણે વેચાણ કરતા તે એપ્લીકેશનમાં શેર સેલ પણ થઇ ગયા હતાં. જેથી તેમને જે તે વખતે આ વસ્તુ અજુકતુ લાગતા તેમણે સુનીલને આ બાબતે પછતાં તેણે તમે ચીંતા નહી તમારા પૈસા કયાય નથી જવાના હું તમારા પૈસા તમને પરત આપી દઇશ તેમ કહ્યું હતું.

છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી
આ દરમ્યાન મધુકાંત પટેલે ભરેલ પૈસા પ્રોફીટ સાથે ટોટલ એસેટ રૂપિયા પાંચ કરોડ 52 હજાર 306 રૂપિયા બતાવતી હોવાથી તેમણે તેમાંથી રૂપિયા 1 કરોડ 71 લાખ 50 હજાર જેટલી રકમ ઉપાડવા રીકવેસ્ટ કરતા સુનીલે તેમને જણાવેલ કે તમારે આ રકમ ઉપર 15% રકમ ટેક્ષ પેટે ચુકવવી પડશે તો જ તમે આ પૈસા ઉપાડી શકશો. તેના કહ્યા મુજબ ઉપર કોષ્ટકમાં જણાવેલ છેલ્લા ટ્રાન્જેકશનવાળા રૂપિયા 18,70,000 એકાઉન્ટમાં ભરેલ હતા. ત્યાર બાદ પણ સુનીલે તેમને પૈસા વિડ્રો કરવા દીધા નહોતા. તેમની પાસે ટોટલ એસેટની એક ટકા ૨કમ ભરવા જણાવતો હતો. જેથી મધુકાંત પટેલને આ વસ્તુ અજુકતી લાગતી હોવાથી અને આવી કોઇ પ્રોસેસ શેર વેચાણના નાણા મેળવવામાં કરવાની હોતી નથી તેવો ખ્યાલ આવતાં. સુનીલ અને વેબસાઇટ ખોટી હોવાનુ જણાયું હતું. જેથી મધુકાંત પટેલે સુનિલ સિંઘાનિયાએ તેમની સાથે 1.97 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી છે.

આ પણ વાંચોઃસાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુજરાતના 20 હજાર મોબાઈલ નંબર બ્લોક

Back to top button