ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાલિકાના સફાઈ કામદારોને બ્રાન્ડેડ કપડા આપી કરાયા સન્માનિત

Text To Speech

બનાસકાંઠા 11 જુલાઈ 2024 :  ડીસામાં આજે ઉત્તર ગુજરાતનાં વિશાળ સાડી શો-રૂમના માલિક દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મજૂરી કરતાં સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.. શહેરના સફાઈ કર્મચારીઓને બ્રાંડેડ પોષક આપીને સન્માનીત કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા હતા.


ગંદકી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે અને આ ગંદકીની સફાઈ કરીને નગરજનોને બીમારીઓથી દૂર રાખવામા મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓના આ મહાન કાર્યથી બધા અજાણ હોય છે. ત્યારે આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આ મહાન કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે ડીસાના ભગવતી સાડી શોરૂમ દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓને બ્રાંડેડ પોષક આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.સફાઈ કર્મચારીઓને સન્માનીત કરવા પાછળનો હેતુ લોકો સફાઈ કર્મચારીઓના મહત્વને સમજતા થાય તેમના દ્વારા કરવામાં આવતા સફાઈના મહાન કાર્યનું સન્માન કરવાનો હતો. આ અંગે ભગવતી સાડી શોરૂમના માલિક અમરતલાલ કચ્છવાએ જણાવ્યું હતું કે,પોતે ગંદકીમાં કામ રહીને શહેરને સ્વચ્છ બનાવીને લોકોને બીમારીથી બચાવતા આ સફાઈ કર્મચારીઓ પ્રત્યે લોકોમાં જોઈએ તેટલો આદર જોવા મળતો નથી. ત્યારે આજે તેમનું આ રીતે સન્માન કરવામાં આવતા આ સફાઈ કર્મચારીઓ પણ પોતાના કામની કદર થતાં ખુશ જણાઈ રહ્યા હતા.

એવું કહેવામા આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુના વસવાટ માટે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા આ સફાઈ કર્મચારીઓ જ ભજવતા હોય છે.ત્યારે લોકોએ પણ સફાઈ કર્મચારીઓનું આદર કરવું જોઇયે.કારણ કે તેઓ પોતે ગંદકીમાં રહીને ગંદકી દૂર કરે છે અને શહેરને સ્વચ્છ રાખીને નગરજનોને તંદુરસ્તી આપે છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર ચિલ્ડ્રન હોમમાં આશ્રય લઈ રહેલા બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ ઘરે બેઠા મળશે

Back to top button