ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરાઇ, હવે થશે મોટા ખુલાસા

Text To Speech
  • 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ હતી
  • બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા
  • 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું

સુરતમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરાઇ છે. જેમાં હવે ઘટનામાં લઇ મોટા ખુલાસા થઇ શકે છે. તેમાં પંકજ ડુંગરાણીએ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. જેમાં 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું તે પડી ગઇ હતી. તેમજ બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રૂ.2800 કરોડનું હવાલા કૌભાંડ, EDના દરોડામાં થયો પર્દાફાશ 

બિલ્ડીંગ પડવાની દુર્ઘટના મામલે બિલ્ડર પકડાયો

શહેરના પાલીમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પંકજ ડુંગરાણીએ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં સચીન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સચિનના પાલી ગામમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટના મામલે બિલ્ડર પકડાયો છે. સિંગણપોર હનુમાન મંદિર નજીકની રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં પંકજ ડુંગરાણી રહે છે. જેમાં પંકજે બિલ્ડિંગનું બાંધકામ કર્યું હતું. બિલ્ડીંગ પડી જવાની ઘટનામાં સાતના મોત નિપજ્યા હતા.

જાણો સમગ્ર ઘટના શું હતી

સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો હતો. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનામાં અત્યારસુધી 7 લોકોના મોત થયા છે, સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી.

Back to top button