કેન્યા: શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી- કેન્યામાં યોજાયો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ
નૈરોબી-કેન્યા 09 જુલાઈ 2024 : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં નૈરોબી- કેન્યામાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક – સ્નાન વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્યામાં ઉલ્લાસભેર ઉજવણી
શ્રી સ્વામિનારાયણ મંદિર, નૈરોબી- કેન્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોનાં સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક વિધિ ભકિતભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
સમૂહ મહપૂજા, ભગવાનને પંચામૃતથી અભિષેક – સ્નાન
આ પ્રસંગે સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, સંવત ૨૦૮૨ મહા સુદ પાંચમના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થશે એટલે કે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૬૫ શાસ્ત્રોનો સાર રહ્યો છે. શિક્ષાપત્રી શ્રીજીમહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે.
સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા
આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી સહજાનંદ સ્વામી, હરિકેશવદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, નાના મોટા આબાલવૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પંચામૃતથી અભિષેક, પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. આ અવસરનો લ્હાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
આ પણ વાંચો : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન