ટ્રેન્ડિંગફોટો સ્ટોરીવર્લ્ડ

શું USમાં દેખાયા એલિયન્સ અને એ પણ રસ્તા પર? UFO જોઈને લોકો ચોંકી ગયા

Text To Speech
  • અમેરિકામાં અવાર-નવાર એલિયન્સ અથવા UFO જોવાના વિચિત્ર કિસ્સાઓ બહાર આવે છે 

HD ન્યૂઝ ડેસ્ક, 3 જુલાઇ: શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જ્યારે આજ સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી અથવા કોઈએ સત્તાવાર રીતે એલિયન્સ હોવા કે ન હોવાની પુષ્ટિ કરી નથી, ત્યારે આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે જેમાં દાવો કરવામાં આવે છે કે, તેઓ અસ્તિત્વ ધરાવે છે. વિદેશી દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં એલિયન્સ જોવાના અથવા UFO જોવાના સમાચારો બહાર આવે છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના ચર્ચામાં છે. અમેરિકાના મિસૌરીમાં બનેલી આ ઘટનાએ ત્યાં હાજર લોકોને દંગ કરી દીધા હતા. અહીં લોકોને UFO જેવી વસ્તુ રસ્તા પર દોડતી જોવા મળી હતી, જેને પગલે પોલીસને પણ દોડતું આવું પડ્યું હતું.

 

UFO રસ્તા પર દોડી!

અહેવાલ મુજબ, આ વિચિત્ર નજારો અમેરિકન રાજ્ય મિસૌરીના ક્રોફર્ડ કાઉન્ટીમાં બન્યો, જેને પોતે પોલીસ અધિકારીઓએ જ જાહેર કર્યો છે. અહીં રોસવેલ ફેસ્ટિવલમાં જઈ રહેલા લોકોએ કારને બદલે એક એવું વાહન જોયું જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. તે બિલકુલ UFO જેવું હતું અને તેને ખોલવા માટે ટોચ પર એક ઢાંકણું પણ હતું. તેની સ્પીડ વધુ હોવાને કારણે પોલીસે તેને રસ્તામાં રોકી હતી, પછી તેમની સામે આ UFO જેવું વાહનના ચાલક તરીકે માનવી હોવાનું બહાર આવ્યું હતું.

UFO
@UFO

પોલીસે ઘટના શેર કરી હતી

પોલીસને સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે, આ ડ્રાઇવરની સર્જનાત્મકતા હતી, જેણે આખી કારને UFO જેવો લુક આપી દીધો હતો. ફેસબુક પર આ ઘટનાને શેર કરતી વખતે, પોલીસે લખ્યું કે, ‘તમે ક્યારેય જાણી શકશો નહીં કે તમને ક્રોફોર્ડ કાઉન્ટીમાં ટ્રાવેલ કરતી વખતે શું-શું મળશે. આ ઘટના ખરેખર દુનિયાની બહાર છે.’

આ પણ જુઓ: એન્જિનિયરોનું અદ્ભુત કારનામું! વિશ્વની સૌથી લાંબી સાયકલ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જુઓ વીડિયો

Back to top button