સૂર્યમાં પણ ધરતીની જેમ તોફાનો ઉદ્દભવે છે? જાણો સૌર તોફાન અને તેના પ્રકારો વિશે
- સૌર તોફાનએ સૂર્ય પર પડેલો એક વિક્ષેપ છે
HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન: સૌર તોફાન(Solar Storm)એ સૂર્ય પર પડેલો એક વિક્ષેપ(Disturbance on Sun) છે, જે પૃથ્વી અને તેના ચુંબકમંડળ(Magnetosphere) સહિત સમગ્ર સૂર્યમંડળને અસર કરીને, હેલીઓસ્ફિયરમાં બહારની તરફ વિસ્તરે છે. તે લાંબા ગાળાની પેટર્નથી થોડા સમય માટે અંતરીક્ષની સ્થિતિને બદલવા માટે સક્ષમ છે. ટૂંકમાં જેમ ધરતીના વિવિધ ભાગમાં હવામાનને લગતાં તોફાન ઉદ્દભવે છે એવી જ રીતે સૂર્યમાં પણ તોફાન ઉદ્દભવે છે.
Aditya-L1 Mission:
SUIT and VELC instruments have captured the dynamic activities of the Sun 🌞 during May 2024.Several X-class and M-class flares, associated with coronal mass ejections, leading to significant geomagnetic storms were recorded.
📷✨ and details:… pic.twitter.com/Tt6AcKvTtB
— ISRO (@isro) June 10, 2024
સૌર તોફાનથી કેવી-કેવી અસરો થાય છે? (Effects of Solar Storm)
સૂર્યમંડળમાં, સૂર્ય તીવ્ર જીઓમેગ્નેટિક અને ઊર્જાસભર કણોના તોફાનો પેદા કરી શકે છે જે ટેકનોલોજીને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેના પરિણામે વ્યાપક(મોટા પાયે) પાવર આઉટેજ,રેડિયો સંચાર (GPS સહિત)માં વિક્ષેપ અથવા બ્લેકઆઉટ, સબમરીન સંચાર કેબલોને નુકસાન અથવા વિનાશ અને ઉપગ્રહો અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો કામચલાઉથી કાયમી ધોરણે નિષ્ક્રિય બની શકે છે. તીવ્ર સૌર તોફાન ઉચ્ચ અક્ષાંશ, ઉચ્ચ ઊંચાઈની ઉડાન અને માનવ અવકાશ ઉડાન માટે પણ જોખમી બની શકે છે. સૌથી મોટું સૌર તોફાન સપ્ટેમ્બર 1859માં આવ્યું હતું. સૌથી શક્તિશાળી સૌર તોફાન આધુનિક માનવ સંસ્કૃતિની સ્થિરતાને જોખમમાં મૂકવા સક્ષમ છે.
સૌર તોફાનમાં નીચેનાનો સમાવેશ થાય છે: (Types of Solar Storm)
- સૌર જ્વાળા(Solar Flare), સૂર્યના વાતાવરણમાં એક મોટો વિસ્ફોટ થાય છે જે ચુંબકીય ક્ષેત્ર(Magnetic Field)ને રીઓર્ગેનાઇઝ કરવા અથવા ક્રોસ કરવાનું કારણ બને છે.
- કોરોનલ માસ ઇજેક્શન (CME), તે સૂર્યમાંથી મોટા પ્રમાણમાં પ્લાઝ્માનો વિસ્ફોટ અને કેટલીકવાર સૌર ફલેયર્સ સાથે સંકળાયેલા છે.
- જીઓમેગ્નેટિક તોફાન, તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સૂર્યના વિસ્ફોટની પરસ્પરની ક્રિયા છે.
- સોલર પાર્ટિકલ ઈવેન્ટ (SPE), તે પ્રોટોન અથવા એનર્જેટિક પાર્ટિકલ (SEP)નું તોફાન (સૌર તોફાનના પ્રકાર) છે.
આ પણ જુઓ: હવે તમે મૃત પૂર્વજો સાથે વાત કરી શકો છો, શું વિજ્ઞાને ખરેખર આ શક્ય બનાવ્યું છે?