ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET પેપર લીક કેસ: RJD નેતા મનોજ ઝાએ સંજીવ મુખિયાનું રહસ્ય ખોલ્યું, જાણો શું કહ્યું?

  • NEET પેપર લીક કેસમાં RJD સાંસદ મનોજ ઝાએ બિહારના માસ્ટરમાઇન્ડ સંજીવ મુખિયાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે JDU સાથે સંજીવ મુખિયાના કનેક્શનનો ખુલાસો કર્યો છે

દિલ્હી, 24 જૂન: NEET પેપર લીક મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ આ મામલે રાજકારણ પણ ચરમસીમા પર છે. 18મી લોકસભાનું નવું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે જેમાં વિપક્ષ આ મુદ્દાને પુરી તાકાત સાથે ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. NEET પેપર લીકના મુદ્દાનો પડઘો રસ્તાઓથી લઈને સંસદ સુધી સંભળાશે. આ પહેલા આજે આરજેડી સાંસદ મનોજ ઝાએ આ મુદ્દે મોટી વાત કહી છે. તેમણે બિહારના સંજીવ મુખિયાના JDU સાથે કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધી સંજીવ મુખિયા આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. જો કે આમાં હજુ પણ ઘણા ખુલાસા થઈ રહ્યા છે.

અફવાઓને સમાચારમાં ફેરવવામાં આવી રહ્યા છે: મનોજ ઝા

આરજેડી સાંસદે કહ્યું કે કેવી રીતે અફવાઓને સમાચારમાં ફેરવવામાં આવે છે અને દરેક વ્યક્તિ તેમાં સામેલ થઈ જાય છે. આ બધું સ્પષ્ટ જોઈ શકાય છે. NEET મામલે અનેક પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. તેવી જ રીતે બિહારના કનેક્શનની વાત કરીએ તો આ મામલે એક મોટું નામ સંજીવ મુખિયાનું છે. મનોજ ઝાએ વધુમાં કહ્યું કે, ‘બિહારમાં એક સંજીવ મુખિયા છે, તેમના પુત્ર શિવનું નામ આ કેસમાં પ્રકાશમાં આવ્યું છે અને તેણે બહારથી જ જામીન લઈ લીધા છે.’

RJD સાંસદે સંજીવ મુખિયાને લઈને કર્યો મોટો ખુલાસો

મનોજ ઝાએ કહ્યું કે, આ સંજીવ મુખિયા કોણ છે તે જાણવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. સંજીવ મુખિયાની પત્ની JDU તરફથી ચૂંટણી લડી ચૂકી છે. આમનો બિહારના સીએમ નીતિશ કુમારના ખાસ જિલ્લાથી સબંધ છે. આમાં અમિત આનંદ બીજું નામ છે, જે ખાસ લોકો સાથે કનેક્શન ધરાવે છે. હરિયાણાની એક સ્કૂલના માલિક સાથે હરિયાણાના સીએમની તસવીરો છે, જે સ્કૂલમાં છેતરપિંડી થઈ હતી. આવી સ્થિતિમાં, બિહાર અને ગુજરાત સાથે NEET પરીક્ષા લીકનું શું જોડાણ છે? તેની તપાસ થવી જોઈએ.

કેન્દ્ર સરકાર પર કર્યા જોરદાર પ્રહાર

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મનોજ ઝાએ કહ્યું કે, ‘સૌથી મહત્વની બાબત એ છે કે NEET પરીક્ષા રદ કરી દેવી જોઈએ અને NTA નામની સંસ્થાને બંગાળની ખાડીમાં ફેંકી દેવી જોઈએ.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘આ સરકાર એક દેશ એક પરીક્ષા લેવડાવવામાં બધી રીતે ફેલ થઈ છે. રાજીનામું મોદી સરકારમાં નતું આપવામાં આવતું. પરંતુ હવે મોદી સરકાર નથી, હવે એનડીએની સરકાર છે. હવે રાજીનામું પડશે, આ સરકાર સંસદનું સંચાલન કરી શકશે, પરંતુ રસ્તાઓનું સંચાલન નહીં કરી શકે.’

આ પણ વાંચો: શશી થરૂરે NEET વિવાદમાં યુપીની મજાક ઉડાવી, નેટિઝન્સ દ્વારા મળ્યો જડબાતોડ જવાબ

Back to top button