ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર, PM મોદી લેશે શપથ, NEET વિવાદ પર હોબાળો થવાની શક્યતા

Text To Speech
  • 18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર
  • પીએમ મોદી સહિત અનેક નવા સાંસદો લેશે શપથ

દિલ્હી, 24 જૂન: 18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર સોમવારથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. પ્રથમ સત્રમાં હોબાળો થવાની શક્યતા છે, કારણ કે વિપક્ષ 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી, NEET-UG અને UGC-NETમાં પેપર લીકના આક્ષેપો પર ચર્ચાની માંગ કરશે. તેમજ પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર વિવાદના મુદ્દે સંસદ સત્રમાં વિપક્ષ એનડીએ સરકારને ઘેરી શકે છે.

પ્રોટેમ સ્પીકર પીએમ મોદીને શપથ લેવડાવશે

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. આ પછી લોકસભાના નેતા મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવા આમંત્રણ આપશે. વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ કર્યા બાદ તેમની મંત્રી પરિષદ પણ શપથ લેશે.

27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સામાન્ય ચૂંટણી પછી 18મી લોકસભાનું આ પ્રથમ સત્ર છે. 2024ની લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને 293 બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ 234 બેઠકો જીતી છે. કોંગ્રેસને 99 બેઠકો મળી છે.

આ પણ વાંચો: અમિત શાહઃ “ભારતનું આપત્તિ વ્યવસ્થાપન ‘ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે આગળ વધી રહ્યું છે”

Back to top button