કેનેડાની અદાલતે બે ખાલિસ્તાનીઓને આપ્યો ઝટકો: નો-ફ્લાય લિસ્ટમાંથી દૂર કરવાનો ઇનકાર
- બંને ખાલિસ્તાનીના નામ કેનેડાના સેફ એર ટ્રાવેલ એક્ટ હેઠળ ‘નો-ફ્લાય’ લિસ્ટમાં સામેલ છે
ઓટાવા, 22 જૂન: કેનેડાની કોર્ટે બે ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપ્યો છે જેઓ પોતાને નો-ફ્લાય લિસ્ટમાંથી હટાવવાનું સપનું જોઈ રહ્યા હતા અને તેમની અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ખાલિસ્તાની ભગત સિંહ બરાડ અને પર્વકર સિંહ દુલાઈની અરજીને લઈને કોર્ટે કહ્યું કે, તેઓ હવાઈ મુસાફરી માટે ખતરો બની શકે છે. આ બંનેના નામ કેનેડાના સેફ એર ટ્રાવેલ એક્ટ હેઠળ ‘નો-ફ્લાય’ લિસ્ટમાં સામેલ છે.
🚨 2 Canadian Khalistani leaders on no-fly list
– Court voices ‘reasonable grounds’ for terror concern
मोदी जी गेम पलट दिए? pic.twitter.com/1gQxSnm4Wk
— Kreately.in (@KreatelyMedia) June 21, 2024
કેનેડાની કોર્ટે મહત્ત્વની વાત કહી
કેનેડાની એક અદાલતે બે શીખ ઉગ્રવાદીઓના દેશની નો-ફ્લાય લિસ્ટમાંથી કાઢી નાખવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને કહ્યું છે કે, તેઓ પરિવહન સુરક્ષાનું ઉલ્લંઘન કરશે અથવા આતંકવાદી કૃત્ય કરવા માટે હવાઈ મુસાફરી કરશે તેવી આશંકાના મજબૂત લાગે છે.
કેનેડિયન ન્યૂઝ એજન્સીએ વેનકુવરથી ગુરુવારે જાહેર કરેલા અહેવાલમાં ફેડરલ એપેલેટ કોર્ટ દ્વારા ગત સપ્તાહે જારી કરાયેલા આદેશને ટાંકીને જણાવ્યું હતું કે, એપેલેટ કોર્ટે ભગત સિંહ બરાડ અને પર્વકર સિંહ દુલાઈની અપીલને ફગાવી દીધી છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં શું વાત કહી?
નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, આ કાયદો જાહેર સુરક્ષા મંત્રીને લોકોને ઉડાન પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે જો કે તેઓ પરિવહન સલામતીને જોખમમાં મૂકશે અથવા આતંકવાદી કૃત્ય કરવા માટે હવાઈ મુસાફરી કરશે તેવી આશંકા કરવા માટે આ વાજબી કારણો છે.
આ પણ જુઓ: પેપર લીક કરનારાઓ હવે બચી નહીં શકે, દેશમાં મધરાતે એન્ટી પેપર લીક કાયદો અમલમાં આવ્યો