અમદાવાદગુજરાત

અમદાવાદમાં જૂના ઝગડાનું સમાધાન કરવા જતાં ગેંગવોર, બે લોકોની હત્યા, એકને ઈજા

અમદાવાદ, 20 જૂન 2024, શહેરમાં જુના ઝગડાની અદાવત ગેંગવોર સુધી પહોંચી જાય છે અને હત્યાના બનાવો પણ બની રહ્યાં છે. ત્યારે શહેરમાં જુના ઝગડાની અદાવતનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવતાં આરોપીઓ તલવારો સાથે પહોંચ્યા હતાં અને સમાઘાનની જગ્યાએ એકબીજા પર તલવારોથી ખૂની હૂમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુના ઝઘડાનું સમાધાન કરવા જતાં ગેંગવોર થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઇમ્તીયાઝ અંસારી રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર આમીર ઉર્ફે ભાંજા ઇસ્લામુદ્દિન અંસારી તથા કામીલ શકીલ અહેમદ મણીયારને અગાઉના ઝઘડાની અદાવત ચાલતી હોય જેથી ગઈકાલે રાત્રે આશરે સાડા અગિયારેક વાગ્યાના સુમારે હુ મારો મિત્ર આમીર તથા તબરેજખાન અહેમદઅલી પઠાણ, સમીર અને ઇલીયાસ તથા તબરેજના મિત્રની સાથે ચતુરસિંગની ચાલી ચાર રસ્તા પાસે તલવારો સાથે ભેગા થયેલા હતા.તે દરમ્યાન આમીરના મોબાઇલ ઉપર કામીલ મણીયારે ફોન કરીને કહ્યું હતું કે, અગાઉ ઝઘડો થયેલ છે જે બાબતે સમાધાન માટે મારો ભાઇ સમીર અહેમદ તમને અમારા ઘર પાસે બોલાવે છે.

સમાધાન કરવા ગયેલા લોકો પર તલવારથી હૂમલો
હુ તબરેજ, ઇલીયાસ તથા આમીર તથા સમીર હથિયારો સાથે વીર અબ્દુલહમીદ એપાર્ટમેન્ટ ખાતે ગયા હતાં તે વખતે ત્યા સમીર અહેમદ શકીલ અહેમદ મણીયાર તેમજ તેના ભાઇઓ કામીલ શકીલ અહેમદ મણીયાર તથા સાહીલ શકીલઅહમદ મણીયાર હાજર હતા. અમારી પાસે તલવારો હોવાથી કામીલ તથા તેનો ભાઈ સમીર અહેમદ સાથે આમીરે વાતચીત કરી હતી પરંતુ કોઈ સમાધાન થયું નહોતુ. આમીર તથા અમે બધા મિત્રો અમારી પાસેના હથિયારો સાથે કામીલ તથા તેના ભાઇઓને મારવા જતા કામીલ અને તેના બન્ને ભાઇઓ સાથે ઝપાઝપી થયેલ અને બુમાબુમ થતા એપાર્ટમેન્ટમા રહેતા કેટલાક માણસો પણ આવી ગયા હતાં. અમે રોડ ઉપર અમારા પોત પોતાના હથિયારો સાથે ભાગી ગયા હતાં. કામીલ અને તેના બન્ને ભાઇઓ સમીર અહેમદ તથા સાહીલે આમીરની તલવાર ઝુટવી લઈ આમીરને શરીરે ઉપરા છાપરી ઘા માર્યા હતાં.

ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
આમીરને છોડાવવા જતા કામીલે પણ મારા હાથમાની તલવાર ઝુટવી લેતા હુ તથા તબરેજ ભાગતા કામીલે અમારો પીછો કરી તબરેજને પકડી લીધેલ અને તબરેજને છાતીના ભાગે એક ઘા મારી દીધેલ જેથી હુ તથા સમીર, ઇલીયાસ તથા તબરેજનો મિત્ર ભાગવા જતા કામીલ મારી પાછળ દોડી મને મારા માથાના પાછળના ભાગે એક ઘા મારી દીધેલ જેથી હુ ભાગવા જતા નીચે પડી ગયેલ તે દરમ્યાન સાહીલ મણીયારે પણ મને લોખંડની પાઇપથી જમણા પગના ઘુંટણના ભાગે ફટકો મારેલ જેથી મેં બુમાબુમ કરતા સમીર તથા ઇલીયાસ તથા તબરેજનો મિત્ર ભાગી ગયેલ હતા. આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવા દિકરાએ સ્ટંટ કરતા રિલ્સ બનાવી, પોલીસે પિતાની ધરપકડ કરી

Back to top button