એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET પેપર લીક ઘટસ્ફોટઃ જાણો કોના કહેવાથી NHAIના ગેસ્ટ હાઉસમાં બુકિંગ થયું હતું?

Text To Speech

પટણા, 20 જૂનઃ બિહારના ઉપ-મુખ્યમંત્રી વિજય સિંહએ NEET પેપર લીક મામલે મોટો ખુલાસો કર્યો છે. નીટનું પેપર નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના ગેસ્ટ હાઉસમાં લીક થયું હતું એ મતલબના અહેવાલો છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યા છે.

જોકે આ કેસમાં હવે બે નવા વળાંક આવ્યા છે. એક તરફ NHAI દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, પટણામાં તેમનું કોઈ ગેસ્ટ હાઉસ જ નથી. તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યપ્રધાન વિજય સિંહાએ કહ્યું કે, ગેસ્ટ હાઉસમાં તેજસ્વી યાદવના પીએ દ્વારા આરોપી માટે રૂમ બુક કરવામાં આવ્યો હતો.

બિહારના નાયબ મુખ્યપ્રધાન સિંહાએ જણાવ્યું કે, પહેલી મેએ તેજસ્વી યાદવના પીએ પ્રીતમ કુમારે રાત્રે નવ વાગ્યે એનએચએઆઈના કર્મચારી પ્રદીપ કુમારને ફોન કરીને સિકંદર યાદવેંદુ માટે રૂમ બુક કરવા જણાવ્યું હતું. જોકે તે સમયે એ અધિકારીએ આ વાત ધ્યાનમાં લીધી નહોતી. ત્યારબાદ ચોથી મેએ ફરીથી સવારે 8.49 વાગ્યે પ્રીતમ કુમારના મોબાઈલ પરથી પ્રદીપ કુમાર ઉપર સિકંદર યાદવેંદુ માટે રૂમ બુક કરાવવા ફોન આવ્યો. અને ત્યારે પેપર લીક કેસના આરોપી સિકંદર યાદવેંદુ માટે રૂમ બુક થયો હતો.

એક તરફ બિહારના નાયબ મુખ્યપ્રધાને આ ખુલાસો કર્યો છે અને પેપર લીક કેસમાં શંકાની સોઈ લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ તરફ દોરી છે ત્યારે બીજી તરફ એનએચએઆઈએ તેના X હેન્ડલ ઉપર એવી સ્પષ્ટતા કરી છે કે, નીટના પેપર લીક કેસમાં પટણાના એનએચએઆઈ ગેસ્ટ હાઉસનું નામ લેવામાં આવી રહ્યું છે, પરંતુ એનએચએઆઈ પટણામાં કોઈ ગેસ્ટ હાઉસ ધરાવતું નથી.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિસા નિયમોમાં ફેરફાર કર્યા, ભારતીય વિદ્યાર્થીઓ ઉપર શું અસર પડશે?

Back to top button