ટ્રેન્ડિંગધર્મ

રોટલી ગણીને કેમ ન બનાવવી જોઈએ? શું કહે છે વાસ્તુશાસ્ત્ર?

Text To Speech
  • વાસ્તુ ઘરમાં રોટલી ગણીને બનાવવાના નિયમને યોગ્ય માનતું નથી. વાસ્તુ અનુસાર જો તમે રોટલી ગણીને બનાવો છો તો તેના કારણે તમારા ઘરમાં આર્થિક તંગી આવી શકે છે

ઘરમાં રોટલી બનાવતી મહિલા ઘણી વખત પૂછે છે ‘તું કેટલી રોટલી ખાઈશ’, ‘તારા માટે કેટલી રોટલી બનાઉં’, તેની પાછળનો તેનો હેતુ તો સારો જ હોય છે કે અનાજનો બગાડ ન થાય, પરંતુ વાસ્તુશાસ્ત્ર રોટલીની બાબતમાં અનાજના બગાડના નિયમને અનુસરતુ નથી અને કંઈક અલગ જ કહે છે. વાસ્તુ ઘરમાં રોટલી ગણીને બનાવવાના નિયમને યોગ્ય માનતું નથી. વાસ્તુ અનુસાર જો તમે રોટલી ગણીને બનાવો છો તો તેના કારણે તમારા ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. જાણો વાસ્તુ શાસ્ત્ર અનુસાર રોટલી બનાવવા સાથે જોડાયેલા નિયમો

રોટલી ગણીને કેમ ન બનાવવી જોઈએ?

એવું માનવામાં આવે છે કે રોટલી બનાવવાનો સંબંધ મંગળ, રાહુ, સૂર્ય અને જ્યોતિષ સાથે સંબંધિત છે. રોટલીઓની ગણતરી કરવાથી સૂર્ય અને મંગળ નબળા પડે છે, જ્યારે રાહુનો નકારાત્મક પ્રભાવ જીવન પર પડે છે. આ પ્રભાવોથી બચવા માટે રોટલીઓ બનાવતી વખતે તેની ગણતરી ન કરવી જોઈએ.

 

રોટલી બનાવતી વખતે છે દિશાઓનું મહત્ત્વ

રોટલી સાથે કિચનની દિશા પણ જોડાયેલી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારુ કિચન દક્ષિણ-પૂર્વ ખુણામાં એટલે કે અગ્નિ ખુણામાં હોવું જોઈએ. કોશિશ કરો કે તમે કદી દક્ષિણ દિશામાં ગેસ ન રાખો. આ દિશામાં મોં કરીને રોટલી બનાવવી શુભ માનવામાં આવતું નથી.

રોટલી ગણીને કેમ ન બનાવવી જોઈએ? શું કહે છે વાસ્તુશાસ્ત્ર? hum dekhenge news

ગાય અને કૂતરા માટે પણ રાખો રોટલી

રોટલી સાથે જોડાયેલો એક નિયમ એ પણ છે કે પહેલી રોટલી ગાય માટે બનાવીને રાખો. તમને ગાય દેખાય તો તરત જ તેને રોટલી ખવડાવી દો. ગાયને રોટલી ખવડાવવાથી સત્કર્મોમાં વધારો થાય છે. તમારા ગ્રહ પણ મજબૂત થાય છે. ગાયને રોટલી ખવડવવાથી મન શાંત રહે છે અને ગૃહ કલેશ ટળે છે. હિન્દુ ધર્મમાં પશુ-પક્ષીઓનું ખૂબ જ મહત્ત્વ છે. ગાયની સાથે કૂતરા માટે પણ રોટલી કાઢો. કુતરાને રોટલી ખવડાવવાથી તમને પુણ્ય મળે છે. રાહુ, કેતુ અને શનિ ગ્રહ શાંત થાય છે.

ખાસ દિવસોએ ન બનાવો રોટલી

એકાદશી પર ચોખા ખાવાનું વર્જિત માનવામાં આવે છે. એ રીતે શરદ પૂનમ, શીતળાસાતમ, નાગપંચમી અને કોઈના મૃત્યુ પર ઘરમાં રોટલી બનાવાતી નથી. તે તમારી હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચોઃ રાહુની ચાલ પલટશે આ રાશિઓનું ભાગ્ય, 220 દિવસ મળશે ખૂબ લાભ

Back to top button