ટ્રેન્ડિંગધર્મ

રાહુની ચાલ પલટશે આ રાશિઓનું ભાગ્ય, 220 દિવસ મળશે ખૂબ લાભ

Text To Speech
  • વર્તમાનમાં રાહુ રેવતી નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે, જે 8 જુલાઈના રોજ ઊંઘી ચાલ ચાલીને ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાહુની ચાલ કોના માટે રહેશે લક્કી?

માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં બેઠેલો છે. ગયા વર્ષે ગોચર કરીને મીન રાશિમાં વિરાજમાન રાહુ, પોતાનું આગામી રાશિ પરિવર્તન 2025માં કરશે. ખૂબ જ જલ્દી રાહુ નક્ષત્ર પરિવર્તન કરશે. વર્તમાનમાં રાહુ રેવતી નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે, જે 8 જુલાઈના રોજ ઊંઘી ચાલ ચાલીને ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ રાહુ વર્ષના અંત સુધી આ જ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્ર શનિનું છે. જાણો રાહુના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે. રાહુની ચાલ કોના માટે રહેશે લક્કી?

રાહુની ચાલ પલટશે આ રાશિઓનું ભાગ્ય, 220 દિવસ મળશે ખૂબ લાભ hum dekhenge news

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે રાહુનુ નક્ષત્ર ગોચર અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રમાં તમને વિદેશી ડીલ પ્રાપ્ત થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે પૂરી થશે. રાહુના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે રાહુનું નક્ષત્ર ગોચર ફાયદાકારક માનવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે. ખર્ચા પણ વધી શકે છે. તેથી તમારા બજેટનું ધ્યાન રાખો. આ દરમિયાન તમે નવા કાર્યની શરૂઆત કરશો અને તે તમારા માટે શુભ રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે.

વૃશ્ચિક રાશિ

રાહુનુ નક્ષત્ર ગોચર વૃશ્ચિક રાશિના જાતકોને લાભ આપશે. તમારા રોકાયેલાં કામ ફરી થવા લાગશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમારે નિભાવવા પડશે. સમૃદ્ધિનું આગમન થશે. કામના સંદર્ભમાં વિદેશની યાત્રાના યોગ પણ છે. સંતાન પક્ષમાંથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા માટેની તૈયારીઓ પૂરજોશમાં

Back to top button