ટ્રાવેલટ્રેન્ડિંગ

બુદ્ધ સર્કિટ ફરવું હોય તો જાણી લો આ પેકેજ, IRCTCની બંપર છૂટ

  • IRCTCએ બુદ્ધ સર્કિટનું સ્પેશિયલ પેકેજ તૈયાર કર્યું છે, જેમાં ભારતીયોને બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. બુદ્ધ સર્કિટ ટૂર પેકેજમાં તમે ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા સ્થળો ફરી શકશો

ભારત સરકારના અભિયાન ‘ઘૂમો અપના દેશ’ હેઠળ IRCTC દેશના લોકો માટે ખાસ ટૂરિસ્ટ પેકેજ પ્લાન કરે છે. આ અંતર્ગત IRCTCએ બુદ્ધા સર્કિટનું સ્પેશિયલ પેકેજ તૈયાર કર્યું છે, જેમાં ભારતીયોને બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. બુદ્ધ સર્કિટ ટૂર પેકેજમાં તમે ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા સ્થળો ફરી શકશો. જાણો સંપૂર્ણ પેકેજ વિશે.

7 રાત અને 8 દિવસનો છે પ્લાન

IRCTCએ બુદ્ધ સર્કિટ ટૂર માટે 7 રાત અને 8 દિવસનું વિશેષ પેકેજ તૈયાર કર્યું છે. જે અંતર્ગત પ્રવાસીઓને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા સ્થળો, બોધગયા, નાલંદા (રાજગીર), વારાણસી (સારનાથ), લુમ્બિની, કુશીનગર અને શ્રાવસ્તીની મુલાકાત લેવાની તક મળશે. આ પ્રવાસ વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાત સાથે સમાપ્ત થશે. આ ટૂર દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે.

બુદ્ધા સર્કિટ ફરવું હોય તો જાણી લો આ પેકેજ, IRCTCની બંપર છૂટ hum dekhenge news

ટૂરિસ્ટને પેકેજમાં શું મળશે?

આ ટૂર પેકેજમાં ટૂરિસ્ટને સંપૂર્ણ એસી ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળશે, જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 12 અત્યંત આધુનિક અને તદ્દન નવા LHB કોચ હશે. આ સમય દરમિયાન, પ્રવાસીઓને તેમની પસંદગી મુજબ ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચમાં મુસાફરી કરવાનો વિકલ્પ મળશે.

કોચ આ સુવિધાઓથી સજ્જ હશે

પ્રવાસીઓને ફર્સ્ટ એસી કોચમાં લક્ઝરી કેબિન મળશે, જેમાં પ્રવાસીઓની સુવિધા માટે વ્યક્તિગત લોકર પણ લગાવવામાં આવ્યા છે. ટ્રેનના સેકન્ડ એસી કોચમાં આરામદાયક કેબિન બનાવાઈ છે. આ ઉપરાંત પ્રવાસીઓને બેસવા માટે ખાસ જગ્યા પણ મળશે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનમાં બે ડાઈનિંગ કોચ પણ હશે, જેમાં 64 મુસાફરો એકસાથે બેસીને ભોજન કરી શકશે. ટ્રેનમાં તમામ સુવિધાઓથી સજ્જ પેન્ટ્રી કાર પણ છે, જેમાં ટ્રેનમાં હાજર મહેમાનો માટે ખાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

ભારતીયોને મળશે વિશેષ ડિસ્કાઉન્ટ

IRCTC એ ભારતીય પ્રવાસીઓ અને ઓવરસીઝ ઈન્ડિયન ગેસ્ટ્સ જેમકે NRI, PIO અને OIC વગેરે માટે વિશેષ ડિસ્કાઉન્ટ પણ ઓફર કર્યા છે. તેમાં પ્રવાસીઓને 20% ડિસ્કાઉન્ટ મળશે. જો તમે સાત રાત અને આઠ દિવસનું આ પેકેજ ડબલ શેરિંગના આધારે બુક કરો છો, તો એક વ્યક્તિનું ભાડું 76,905 રૂપિયા હશે. આ અંગેની વધુ માહિતી તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશો. આ સિવાય તમે 8287930574 / 8287930031 નંબર પર પણ કોલ કરી શકો છો.

આ પણ વાંચોઃ રાયપુર જાવ તો આ જગ્યા પર જરૂર ફરજો, બનશે યાદગાર ફેમિલિ ટૂર

Back to top button