ટ્રાવેલટ્રેન્ડિંગ

રાયપુર જાવ તો આ જગ્યા પર જરૂર ફરજો, બનશે યાદગાર ફેમિલિ ટૂર

Text To Speech
  • રાયપુર રાજકીય અને વહીવટી દ્રષ્ટિકોણથી તો મહત્ત્વની છે જ, પરંતુ સાથે ફરવા માટે પણ તે એક અદ્ભૂત શહેર છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં ફરીને તમે હેલ્ધી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો

છત્તીસગઢની રાજધાની રાયપુર રાજકીય અને વહીવટી દ્રષ્ટિકોણથી તો મહત્ત્વની છે જ, પરંતુ સાથે ફરવા માટે પણ તે એક અદ્ભૂત શહેર છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં ફરીને તમે હેલ્ધી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીં ફેમિલી સાથે વિઝિટ કરીને તમે એક યાદગાર અનુભવ લઈ શકો છો. આ જગ્યા ઐતિહાસિક સ્થળ, પ્રાકૃતિક સુંદરતા અને જીવંત સંસ્કૃતિનું એક સમૃદ્ધ મિશ્રણ છે. જો તમે રાયપુરની યાત્રા કરી રહ્યા હો તો અહીંની પાંચ લોકપ્રિય જગ્યાઓની વિઝિટ જરૂર કરજો.

નંદનવન ઝૂ અને સફારી

આ ભારતની સૌથી મોટી જંગલ સફારી છે અને અહીં વાઘ, સિંહ, હાથી, હરણ સહિત વિવિધ પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકાય છે.

રાયપુર જાવ તો આ જગ્યા પર જરૂર ફરજો, બનશે યાદગાર ફેમિલિ ટૂર hum dekhenge news

પુરખૌતી મુક્તાંગન

તે એક ઓપન-એર મ્યુઝિયમ છે જે છત્તીસગઢની કળા, સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રદર્શિત કરે છે. અહીં તમે પરંપરાગત ઘર, હસ્તકલાની દુકાનો અને પ્રદર્શનો જોઈ શકો છો.

એનર્જી પાર્ક

અહીં એક વિશાળ પાર્ક છે જે સૌર ઉર્જા, પવન ઉર્જા અને હાઈડ્રો પાવર સહિત વિવિધ પ્રકારની નવીકરણીય ઉર્જા સ્ત્રોતોનું પ્રદર્શન કરે છે. અહીં તમે આ ઉર્જા સ્ત્રોતો વિશે જાણી શકો છો અને તેમનું કાર્ય જોઈ શકો છો.

રાયપુર જાવ તો આ જગ્યા પર જરૂર ફરજો, બનશે યાદગાર ફેમિલિ ટૂર hum dekhenge news

બુઢા તળાવ

આ તળાવ શહેરની મધ્યમાં આવેલું છે અને પિકનિક કરવા, નૌકાવિહાર અને આરામ કરવા માટે એક લોકપ્રિય સ્થાન છે. બુઢા તળાવ એક વિશાળ માનવસર્જિત જળાશય છે જેનું ક્ષેત્રફળ આશરે 25 એકર છે.

મહામાયા મંદિર

તે દેવી દુર્ગાનું પ્રખ્યાત હિન્દુ મંદિર છે. આ મંદિર તેના ભવ્ય સ્થાપત્ય અને ધાર્મિક મહત્ત્વ માટે જાણીતું છે. મંદિરનું મુખ્ય ગર્ભગૃહ દેવી દુર્ગાની મૂર્તિને સમર્પિત છે. મંદિર સંકુલમાં ભગવાન શિવ, ગણેશ, કાર્તિકેય અને હનુમાનના મંદિરો પણ છે.

આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં ફરો ઈન્દોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ

Back to top button