ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં સ્કૂલ યુનિફોર્મ બાબતે સરદાર પટેલ હાઇસ્કુલ માં હોબાળો

Text To Speech
  • એનએસયુઆઈના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આચાર્યનો આક્ષેપ

બનાસકાંઠા 18 જૂન 2024 : ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઇસ્કુલમાં આવેદનપત્ર આપવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. ડીસામાં શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

 

જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગા લગાવી મન ફાવે તેવા ભાવથી વેચાણ કરાતા હોવાની રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતા તે અંગે વિવાદ સર્જાયો હતો. જેને પગલે આજે એનએસયુઆઈના કાર્યકરો સરદાર પટેલ હાઇસ્કુલ માં આવેદનપત્ર આપવા ગયા હતા.

જેમાં વિદ્યાર્થીઓએ આચાર્ય પર નોટબુકો ફેંકી હતી. જેથી આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફે પહોંચી જઈ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. શાળાના આચાર્ય મુકેશભાઈએ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તેઓ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે એનએસયુઆઈના પ્રમુખ હાર્દિક પઢીયારે આવો કોઈ હુમલો કરાયો નથી તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં દિવ્ય ચક્ષુ કલાકારોના કંઠે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો

Back to top button