ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

ટ્રેનમાં લીધેલી ચામાં વિચિત્ર ગંધ, ફેરિયાને પકડીને હકીકત જાણી તો ઊડી ગયા હોશ

આગ્રા, 14 જૂન: ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો આળસ દૂર કરવા માટે સવારે ફેરિયાઓ પાસેથી ચા પીવે છે. પરંતુ કેટલીકવાર ચાનો સ્વાદ એટલો ખરાબ હોય છે કે તે પી શકાતી નથી અને તેને ફેંકી દેવી પડે છે. જેના કારણે મુસાફરો રેલવે મુસાફરી વિશે ખરાબ વાતો કરતા રહે છે. આવો જ એક કિસ્સો આગ્રા ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યારે મુસાફરોએ ફેરિયા પાસેથી ચા લીધી અને તે ચાને પીવા ગયા તો વિચિત્ર ગંધ આવવા લાગી. આસપાસના મુસાફરો પણ આ ગંધથી પરેશાન થઈ ગયા. ત્યાર બાદ આ અંગે મુસાફરે રેલવે સ્ટાફને ફરિયાદ કરી હતી. ચેકિંગ સ્કવોડની ટીમે ફેરિયાને પકડી લીધો હતો અને સત્ય જાણ્યું તો મુસાફરો પણ ચોંકી ઉઠ્યા.

ફેરિયાઓ ચા ઓછી થઈ જતા ચામાં ઉમેરતા હતા ખરાબ…

ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝનના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, ચેકિંગ સ્કવોડની ટીમ ટ્રેન નંબર 22182 ગોડવાના એક્સપ્રેસની તપાસ કરી રહી હતી. જેમાં ગેરકાયદેસર રીતે ખાદ્યપદાર્થોનું વેચાણ ચાલી રહ્યું હતું. ચેકિંગ દરમિયાન ચેકિંગ સ્કવોડની ટીમે ત્રણ લોકોને ટ્રેનમાં ગેરકાયદે રીતે વેચાણ કરતા ઝડપાયા હતા. આ દરમિયાન લોકોએ ફરિયાદ કરી હતી કે ચામાંથી ખુબજ વિચિત્ર ગંધ આવી રહી છે. આ અંગે પૂછપરછ કરતા ફેરિયાઓએ જણાવ્યું કે, ‘જ્યારે ચા ઓછી થઈ જતી તો અમે ચામાં ખરાબ પાણી ભરી લેતા હતા, જેનાથી ક્યારેક ગંધ પણ આવતી હતી, પરંતુ મુસાફરો ચા પીવે એ પહેલા અમે આગળના ડબ્બામાં નીકળી જતા હતા અને જો ટ્રેન ઉભી રહે તો અમે તરત જ નીચે ઉતરી જતા હતા.’

ચેકિંગ સ્કવોડની ટીમ ટ્રેનમાંથી ખાદ્યપદાર્થોનો મોટો જથ્થો ઝડપ્યો

ગેરકાયદે ફેરિયાઓ પાસેથી ખાદ્યપદાર્થોનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં ચા-કોફી, 60 પાણીની બોટલો અને ગુટખાના પેકેટો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. ફેરિયાઓ ચાલતી ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે ખાદ્યપદાર્થો વેચતા પકડાયા છે, આ ફેરિયાઓ રેલવે મુસાફરોની લાચારીનો લાભ લઈ તેમને નિશાન બનાવતા હતા, ચેકિંગ સ્કવોડ ટીમ દ્વારા તેઓને રેલવે પ્રોટેક્શન ફોર્સ આગ્રા કેન્ટોનમેન્ટને સોંપવામાં આવ્યા હતા.

રેલવે મુસાફરી દરમિયાન અધિકૃત ફેરિયા પાસેથી જ ખાદ્યપદાર્થો ખરીદો

જો તમારે પણ અનેક વખત રેલવેની મુસાફરી કરવાની થતી હોય તો રેલવે પ્રશાસનની આ સુચનાનું તમારે જરુરથી પાલન કરવું જ જોઈએ. રેલવે પ્રશાસન મુસાફરોને અધિકૃત ફેરિયાઓ પાસેથી જ ખાદ્ય ચીજો ખરીદવાની અપીલ કરે છે. હવે તમે એવું લાગશે કે એમને ઓળખવા કેવી રીતે તો સૌથી પહેલા તો તમારે તેના કપડા પર એક નજર કરી લેવી જોઈ એ જો તેઓ યોગ્ય ગણવેશમાં હોય અને તેમની પાસે બેચ હોય તો તમારે સમજી લેવું કે આ અધિકૃત ફેરિયા જ છે.

આ પણ વાંચો: સોનાની દાણચોરીઃ જ્યુસર મશીનમાં સંતાડીને લાવવામાં આવ્યું 2 કરોડનું સોનું!

Back to top button