ટ્રાવેલટ્રેન્ડિંગ

ઘરની બાલ્કનીમાં આ સાત છોડ ખાસ લગાવો, હેલ્થ માટે પણ જરૂરી

  • ઘણા લોકોને ગાર્ડનિંગનો શોખ હોય છે, તમે પણ આ ઘરના આંગણામાં કે બાલ્કનીમાં છોડ લગાવવાનો શોખ ધરાવતા હો તો આ છોડ ખાસ લગાવો, તે હેલ્ધી હોવાની સાથે ઘરની સુંદરતા પણ વધારશે

આમ તો છોડ પર્યાવરણની શુદ્ધતા માટે જરૂરી છે. જો તમે ઘરમાં નાનકડા છોડ લગાવવાનો શોખ ધરાવો છો તો આ સાત પ્રકારના છોડને તમારા ઘરની બાલ્કનીમાં ખાસ જગ્યા આપો. કુંડામાં સરળતાથી ઉગી જતા આ છોડ ઘરને એટ્રેક્ટિવ બનાવવાની સાથે તમારી હેલ્થનું પણ ધ્યાન રાખશે. આ બધા છોડ તમારા આરોગ્ય સાથે પણ સંકળાયેલા છે. તે તમારી હેલ્થ સુધારશે.

ઘરની બાલ્કનીમાં આ સાત છોડ ખાસ લગાવો, હેલ્થ માટે પણ જરૂરી hum dekhenge news

અપરાજિતાનો છોડ

વાદળી રંગનો આ છોડ ઘરના કુંડામાં સરળતાથી ઉગી જાય છે. તેની વેલને પણ ઘરમાં ગમે ત્યાં ચઢાવી શકીએ છે. તમે આ ફુલોનો ઉપયોગ બ્લૂ ટી બનાવવા માટે કરી શકો છો. બ્લૂ ટી બનાવવા માટે તમે માર્કેટમાંથી ભલે તેને ન ખરીદો, પરંતુ બાલકનીમાં ઉગેલા ફુલોની મદદથી તો તે બનાવી જ શકો છો. આ ચા ડાયાબિટીસથી લઈને બ્લડ પ્રેશરને દૂર કરવામાં મદદ કરે છે.

લેમન ગ્રાસ

લેમન ગ્રાસનો છોડ સરળતાથી ઉગી જાય છે. નર્સરીથી લાવીને આ છોડ ઉગાડો. લેમન ગ્રાસ પેટમાં દુખાવો, સોજો, અપચો, ગેસ્ટ્રિક અલ્સર જેવી તકલીફોને ઘટાડે છે. લેમન ગ્રાસની ચા પીવી પણ અસરકારક છે.

સ્ટીવિયા

સ્ટીવિયાની ખાસિયત એ છે કે તે ખાંડનો ઓપ્શન છે. તમે તેને ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો. નર્સરીમાંથી તે છોડ લાવીને તેને ઉગાડી દો. તમે સ્ટીવિયાની ડાળીને કલમ કરીને પણ લગાવી શકો છો. જો તમે ઘરમાં ખાંડનો ઉપયોગ ન કરતા હો તો સ્ટીવિયાના પાંદડાથી મીઠાસ લાવી શકો છો.

ઘરની બાલ્કનીમાં આ સાત છોડ ખાસ લગાવો, હેલ્થ માટે પણ જરૂરી hum dekhenge news

ફૂદીના

ગરમીમાં ફૂદીનાના પાંદડા ડ્રિંકથી લઈને ચટણીનો સ્વાદ વધારે છે. તે ગેસ, કબજિયાત, અપચો અને ગેસ-બ્લોટિંગ જેવી તકલીફોમાંથી રાહત આપે છે. જો તમે ગરમીમાં ફુદીનાની ચા પી રહ્યા હો તો તે પેટને ઠંડક આપે છે.

લીમડો

લીમડો ઘરની બાલ્કનીમાં જરૂર ઉગાડો. તે જમવાનો સ્વાદ તો વધારશે, પરંતુ સાથે આરોગ્ય માટે પણ ઉત્તમ છે. સાથે લીમડાની મદદથી વાળને લાંબા અને સ્ટ્રોંગ બનાવી શકાય છે.

 

aloe-vera-plant

એલોવેરા

એલોવેરાની અંદર રહેલી લુગદીને ત્વચા અને વાળ પર લગાવી શકાય છે. સવારે ખાલી પેટે તે પીવાથી પેટની અનેક બીમારીઓ દૂર થાય છે. તે ઘણી હેલ્થ બીમારીઓ માટે પણ ફાયદાકારક છે.

કેમોમાઈલ

કેમોમાઈલ ટી પીવાથી ઉંઘ ન આવવાની સમસ્યાથી લઈને માથાના દુખાવાને દૂર કરી શકાય છે. આ છોડને કૂંડામાં સરળતાથી ઉગાડી શકાય છે. બસ તેને થોડી દેખભાળની જરૂર છે. સફેદ રંગનો આ છોડ ઘરની સુંદરતા પણ વધારે છે. તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ ગરમીની સીઝનમાં ઘરે સરળતાથી ઉગાડી શકશો તમાલપત્ર, જમવાનો સ્વાદ વઘારશે આ મસાલો 

Back to top button