ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીર પોલીસે ડોડા હુમલાના આતંકીઓના સ્કેચ જારી કર્યા, માહિતી આપનારને લાખોનું ઈનામ

  • આતંકવાદીઓની માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

કાશ્મીર, 13 જૂન: જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકી હુમલાની વધતી ઘટનાઓ બાદ જમ્મુ પોલીસે ચાર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. એવું માનવામાં આવે છે કે, આ આતંકવાદીઓ ડોડા જિલ્લાના ભદ્રવાહ, થાથરી અને ગંડોહના ઉપરના વિસ્તારોમાં સક્રિય રહેલા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

કુલ 20 લાખનું ઇનામ આપવામાં આવશે 

જમ્મુ અને કાશ્મીર પોલીસે તેમના એક્સ એકાઉન્ટ પર આ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. દરેક આતંકવાદી વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, જો કોઈ પોલીસને ચારેય આતંકવાદીઓ વિશે માહિતી આપશે તો તેને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

છેલ્લા ચાર દિવસમાં ઘણી જગ્યાએ એન્કાઉન્ટર

મહત્ત્વપૂર્ણ છે કે, છેલ્લા ચાર દિવસમાં જમ્મુ ડિવિઝનના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના મામલા બહાર આવ્યા છે. કઠુઆના હીરાનગરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બુધવારે સાંજે જમ્મુના ડોડા જિલ્લાના કોટા ટોપમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો.

આ નંબરો પર માહિતી આપો

  1. એસએસપી ડોડા – 9469076014
  2. એસપી હેડક્વાર્ટર ડોડા- 9797649362
  3. એસપી ભદરવાહ – 9419105133
  4. એસપી ઓપ્સ ડોડા- 9419137999
  5. SDPO ભદરવાહ – 7006069330
  6. ડીવાય. એસપી હેડક્વાર્ટર ડોડા- 9419155521
  7. SDPO ગંડોહ-9419204751
  8. SHO પીએસ ભદરવાહ- 9419163516
  9. એસએચઓ પી.એસ.થાથરી 9419132660
  10. SHO પીએસ ગંડોહ-9596728472
  11. IC PP થનાલા-9906169941
  12. પીસીઆર ડોડા – 7298923100, 9469365174, 9103317361
  13. પીસીઆર ભદરવાહ- 9103317363

રિયાસી હુમલા બાદ આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો

રિયાસી હુમલા બાદ આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. રવિવાર, 9 જૂને જમ્મુના રિયાસીમાં શિવખોડીથી પરત ફરી રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા જ્યારે 30થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલા બાદ આતંકવાદી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. કઠુઆ અને ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું.

આ પણ જુઓ: રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયોના મૃત્યુ બાદ ભારતનું કડક વલણ, મોટું પગલું ઉઠાવ્યું

Back to top button