‘ટેન્કર માફિયા વિરુદ્ધ તમે શું પગલાં લીધાં?’ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને લગાવી ફટકાર
- દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હરિયાણાથી યમુનાનું પાણી છોડવાને લઈને દિશા-નિર્દેશની માંગ કરવામાં આવી
નવી દિલ્હી, 12 જૂન: દિલ્હીમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. આ દરમિયાન દિલ્હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં હરિયાણાથી યમુનાનું પાણી છોડવાને લઈને દિશા-નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પીબી વરાલેની બેંચ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટેન્કર માફિયાઓને લઈને દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકારને પૂછ્યું કે શું ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે?
Delhi water crisis | Supreme Court questions over tanker mafia and asks Delhi Govt if any measure or action has been taken against tanker mafia.
Supreme Court remarks if you are not taking any action against the tanker mafia then we will ask Delhi Police to take action against… pic.twitter.com/ORFwr44Wuo
— ANI (@ANI) June 12, 2024
દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા કહીશું: સુપ્રીમ કોર્ટ
અરજી પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે,” શું ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં અથવા કાર્યવાહી કરવામાં આવી છે?” સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, “જો તમે ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં નથી લઈ રહ્યા તો અમે દિલ્હી પોલીસને તેમની સામે પગલાં લેવાનું કહીશું.”
પાણીનો બગાડ રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા: SC
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને એમ પણ પૂછ્યું કે, “તેમણે પાણીનો બગાડ રોકવા માટે શું પગલાં લીધાં છે.” ટો દિલ્હી સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેઓ આ સંબંધમાં સોગંદનામું દાખલ કરશે કારણ કે મોટા પાયે કનેક્શન કાપવાની સાથે પાણીનો બગાડ રોકવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી આવતીકાલે 13 જૂન સુધી મુલતવી રાખી છે.
આ પણ જુઓ: ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM મોદી અને અમિત શાહ રહ્યા હાજર