21 વર્ષીય કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો, રાફેલ નડાલનો તોડ્યો રેકોર્ડ
- સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને આ ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીત્યું
પેરિસ, 10 જૂન: સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે(Carlos Alcaraz) ફ્રેન્ચ ઓપન 2024માં પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવારે 9 જૂનના રોજ રોલેન્ડ ગેરોસના ફિલિપ ચેટ્રિઅર કોર્ટ પર રમાયેલી ફાઇનલ મેચમાં ત્રીજા ક્રમના અલકેરાઝે ચોથી ક્રમના એલેક્ઝાન્ડર ઝવેરેવને 6-3, 2-6, 5-7, 6-1, 6-2થી હરાવ્યો હતો. જર્મન ખેલાડી ઝવેરેવ બીજી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે. ઝવેરેવ આ પહેલા 2020ની યુએસ ઓપનની ફાઇનલમાં પણ પહોંચ્યો હતો.
What can I say? 🏆🥹 @rolandgarros
📸 Getty pic.twitter.com/oLeUmdDdJE
— Carlos Alcaraz (@carlosalcaraz) June 9, 2024
21 વર્ષના કાર્લોસ અલ્કારાઝની કારકિર્દીમાં આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ પહેલા વર્ષ 2022માં અલ્કારાઝે નોર્વેના કેસ્પર રુડને હરાવીને US ઓપનનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2023માં તે નોવાક જોકોવિચને હરાવીને વિમ્બલ્ડન ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો.
A new Roland-Garros champion 🏆#RolandGarros l @carlosalcaraz pic.twitter.com/fGRdNpQMxz
— Roland-Garros (@rolandgarros) June 9, 2024
કાર્લોસ અલ્કારાઝની મેચ દરમિયાન શું થયું?
ફાઈનલ મેચનો પ્રથમ સેટ સંપૂર્ણ રીતે અલકારાઝના નામે રહ્યો હતો. તેણે જર્મન ખેલાડીને માત્ર ત્રણ જ ગેમ જીતવાની તક આપી. પછી ઝ્વેરેવે બીજા સેટમાં શાનદાર વાપસી કરી અને અલ્કારાઝને માત્ર બે ગેમ જીતવા દીધી. આ પછી ઝવેરેવે ત્રીજો સેટ પણ જીતીને 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. ઝવેરેવ આગલો સેટ જીતીને મેચ જીતી શક્યો હોત, પરંતુ અલ્કારાઝે શાનદાર પુનરાગમન કર્યું અને સતત બે સેટ જીતીને ટાઇટલ જીત્યું.
The moment Carlos Alcaraz won his first Roland-Garros title 🏆🇪🇸#RolandGarros pic.twitter.com/a57JqQMJ1O
— Roland-Garros (@rolandgarros) June 9, 2024
રાફેલ નડાલનો રેકોર્ડ તૂટ્યો
ઝવેરેવ સામે 10 મેચોમાં અલ્કારાઝની આ પાંચમી જીત હતી. અલ્કારાઝ તેના દેશના મહાન રાફેલ નડાલને રોલેન્ડ ગેરોસ ખાતે 14 ટ્રોફી જીતતા જોઈને મોટો થયો હતો અને હવે તે નડાલને પાછળ છોડીને ત્રણ લેવલ પર મોટી ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. નડાલે જ્યારે આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે તે અલકારાઝ કરતા લગભગ દોઢ વર્ષ મોટો હતો.
Enhorabuena @carlosalcaraz por esta inmensa victoria!!!! Grande!!!! Muy contento por tus éxitos !!! 🇪🇸 #Vamos https://t.co/bIBbJhyh4B
— Rafa Nadal (@RafaelNadal) June 9, 2024
2004 પછી આ પ્રથમ ફ્રેન્ચ ઓપન ફાઈનલ છે જેમાં નડાલ, નોવાક જોકોવિચ કે રોજર ફેડરર રમી રહ્યા ન હતા. અલ્કારાઝે સેમિફાઇનલ મેચમાં ઇટાલીના યાનિક સિનરને 2-6, 6-3, 3-6, 6-4, 6-3થી હરાવ્યો હતો. જ્યારે એલેક્ઝાન્ડર ઝવેરેવે સેમિફાઇનલ મેચમાં નોર્વેના કેસ્પર રુડને 2-6, 6-2, 6-4, 6-2થી હરાવ્યો હતો.
મહિલા સિંગલ્સમાં સ્વિયાટેક ચેમ્પિયન બની
મહિલા સિંગલ્સમાં ઇંગા સ્વિયાટેક ચેમ્પિયન બની હતી. ફાઇનલ મેચમાં ઇંગા સ્વિયાટેકે ઇટાલીની જાસ્મિન પાઓલિનીને 6-2, 6-1થી હરાવી હતી. જ્યાં પોલેન્ડની ઇંગા સ્વિયાટેકનું આ ચોથું ફ્રેન્ચ ઓપન અને એકંદરે પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. જ્યારે 12માં ક્રમની જાસ્મીન પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી.
આ પણ જુઓ: IND vs PAK: બુમરાહ-પંડ્યાનો ચાલ્યો જાદુ! ભારતીય ટીમે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું