વિશેષસ્પોર્ટસ

2024 પેરીસ પેરાલિમ્પિકસ માટે 13 ભારતીય શટલર્સ ક્વોલીફાય થયા

6 જૂન, નવી દિલ્હી: પેરીસમાં ઓલિમ્પિક્સની સાથે સાથે પેરાલિમ્પિકસ પણ આયોજિત થવાની છે. આ પેરાલિમ્પિકસની બેડમિન્ટન સ્પર્ધામાં 13 ભારતીય શટલર્સ ક્વોલીફાય થઇ ગયા છે. પેરીસ પેરાલિમ્પિકસમાં હાલના ચેમ્પિયન ક્રિશ્ના નાગરે પણ ક્વોલીફાય કરી લીધું છે તેની જાણકારી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલેકે BWF દ્વારા આપવામાં આવી છે.

પેરીસ પેરાલિમ્પિકસમાં રમાનાર બેડમિન્ટન સ્પર્ધામાં ક્વોલીફાય થનારા આ તમામ ભારતીયો કુલ 9 વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ પેરાલિમ્પિકસ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી આયોજિત થનાર છે.

ક્રિશ્ના નાગરે 2021માં ટોક્યો પેરાલિમ્પિકસમાં ગોલ્ડ જીત્યો હતો. નાગરે આ ગોલ્ડ SH6 કેટેગરીમાં મેળવ્યો હતો. ટોક્યોમાં ભારતના જ બે શટલર્સ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સ્પર્ધામાં સુહાસન લાલીનાકેરે યથીરાજ અને મનોજ સરકારે ભારત માટે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેઓ પણ આ વર્ષે પેરાલિમ્પિકસમાં મેન્સ સિંગલ્સ સ્પર્ધામાં SL4 અને SL3 કેટેગરીમાં પોતાનું ભાગ્ય અજમાવશે.

જો સમગ્ર પેરાલિમ્પિકસની વાત કરવામાં આવે તો નેશનલ પેરાલિમ્પિક કમિટીના આંકડાઓ અનુસાર ભારત તરફથી કુલ 120 પેરાલિમ્પિક બેડમિન્ટન એથ્લીટ્સ ભાગ લેશે જેમાં 60 પુરુષો અને 60 મહિલાઓ સામેલ હશે. આ તમામ 16 ઈવેન્ટ્સમાં ભાગ લેશે જેમાં 12 સિંગલ્સ અને 4 ડબલ્સ વિભાગમાં રહેશે. BWF દ્વારા આ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.

આ વર્ષે પેરાલિમ્પિકસમાં ત્રણ નવી ઈવેન્ટ્સ સામેલ કરવામાં આવી છે. વિમેન્સ સિંગલ્સ સ્ટેન્ડિંગ લોઅર (WS SL3), વિમેન્સ સિંગલ્સ શોર્ટ સ્ટેચર 6 (WS SH6) અને મિક્સ્ડ ડબલ્સ શોર્ટ સ્ટેચર (XD SH6).

ઉપર જણાવ્યા અનુસાર પેરાલિમ્પિકસ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી પોર્ટ દ લા ચેપલ એરીના ખાતે રમાશે.

પેરીસ પેરાલિમ્પિકસમાં ક્વોલીફાય થયેલા ભારતીય બેડમિન્ટન ખેલાડીઓના નામ:

મેન્સ સિંગલ્સ SH6: ક્રિશ્ના નાગર અને સિવારંજન સોલાઈમલાઈ

મેન્સ સિંગલ્સ SL3: કુમાર નીતેશ અને મનોજ સરકાર

વિમેન્સ સિંગલ્સ SL3: માનસી ગિરીશચંદ્ર જોશી અને મનદીપ કૌર

મેન્સ સિંગલ્સ SL4: સુહાસ લાલીનાકેરે યાથીરાજ અને સુકાંત કદમ તેમજ તરુણ

વિમેન્સ સિંગલ્સ SL4: પલક કોહલી

વિમેન્સ સિંગલ્સ SU5:  થુલાસીમથી મુરુગેસન અને મનીષા રામદાસ

વિમેન્સ સિંગલ્સ SH6: નિથ્યા શ્રી સુમથી સિવાન

મિક્સ્ડ ડબલ્સ SL3-SU5: કુમાર નીતેશ અને થુલાસીમથી મુરુગેસન તેમજ સુહાસ લાલીનાકેરે યથીરાજ અને પલક જોશી

મિક્સ્ડ ડબલ્સ SH6: સિવારાજન સોલાઈમલાઈ અને નિથ્યા શ્રી સિવાન

Back to top button