1લી જૂને થયા મોટા ફેરફાર, જે તમારા ખિસ્સાને કરશે અસર
1 જૂન 2024, જૂન મહિનાની શરૂઆત ડબલ સારા સમાચાર સાથે થઈ છે જેમાં પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાઈ ગયા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. નવા ટ્રાફિક નિયમો હેઠળ ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. અલગ-અલગ શહેરોમાં LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 14 જૂન સુધી આધારને ફ્રીમાં અપડેટ કરી શકશો. આ મહિને જૂનમાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓ તેમજ તહેવારોનો સમાવેશ થાય છે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો
જૂન મહિનામાં પણ ઘણા નિયમો બદલાવાના છે. જૂન મહિનામાં બેંક રજાઓ, આધાર કાર્ડમાં અપડેટ અને ડ્રાઇવિંગ લાયસન્સને લગતા નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જૂન મહિનાની શરૂઆત સાથે જ લોકોને સારા સમાચાર મળ્યા છે. ગ્રાહકોને મોટી રાહત આપતા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આજે અલગ-અલગ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડા સાથે લોકોને બેવડા સારા સમાચાર મળ્યા છે. સરકારી તેલ અને ગેસ કંપનીઓએ 1 જૂનથી એટીએફના દરમાં રૂ. 6,673.87 પ્રતિ કિલોલીટરનો ભારે ઘટાડો કર્યો છે. તેનાથી હવાઈ ભાડું સસ્તું થવાની શક્યતા છે.
14 જૂન સુધી આધારને ફ્રીમાં અપડેટ કરી શકશો
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર જો તમે 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો તમે 14 જૂન સુધી મફતમાં કરી શકો છો. UIDAI પોર્ટલ પર 14 જૂન, 2024 સુધી આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા મફત છે. જો તમે 14 જૂન પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો, તો તમારે તેના માટે કેટલીક ફી ચૂકવવી પડી શકે છે. તમે ઘરે બેસીને અથવા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. તે જ સમયે, હાલમાં UIDAI પોર્ટલ પર જઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવાની નથી.
લાયસન્સ વગર વાહન ચલાવવા પર 2000 રૂપિયાનો દંડ
આજથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાને બદલે કોઈપણ વ્યક્તિ નજીકના ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટર પર જઈને ટેસ્ટ આપી શકશે, માત્ર આ ટેસ્ટ સેન્ટર સરકાર દ્વારા અધિકૃત હોવું જોઈએ. હવે લાયસન્સ વગર વાહન ચલાવવા પર 2000 રૂપિયા સુધીનો દંડ લાગશે. આ સાથે સગીરને વાહન ચલાવવાની છૂટ આપવામાં આવશે તો વાહન માલિકનું લાઇસન્સ રદ કરવામાં આવશે.
આ પણ વાંચો..ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસોમાં 400 ટકાનો વધારો! RBIનો ચોંકાવનારો ડેટા જાહેર