ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

10 વર્ષ જૂના આધાર કાર્ડ નકામાં થઈ જશે? શા માટે આપવામાં આવી 14 જૂનની ડેડલાઈન?

  • UIDAIએ આધાર કાર્ડને ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરવા માટે 14 જૂનની ડેડલાઈન આપી છે. તમે 14 જૂન સુધી આધાર કાર્ડને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકો છો, વાંચો વધુ વિગત…

HD ન્યૂઝ ડેસ્ક, 27 મે: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી આવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે જો 10 વર્ષ જૂનું આધાર અપડેટ નહીં કરવામાં આવે તો 14 જૂન પછી તે નકામું થઈ જશે. આ એક દમ ખોટી વાત છે. 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડ ના તો તે નકામા બનશે ના તો તે અમાન્ય. ખરેખર, UIDAIએ આધાર કાર્ડને મફતમાં ઓનલાઈન અપડેટ કરવા માટે જૂન મહિનાની 14 તારીખ સુધીનો સમય આપ્યો છે. તમે પણ 14 જૂન સુધી આધાર કાર્ડને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકો છો. તેને માન્ય કે અમાન્ય હોવા સાથે કોઈ લેવાદેવા નથી. UIDAI અનુસાર તમામ પ્રકારના આધાર કાર્ડ ID પ્રૂફ તરીકે સંપૂર્ણપણે માન્ય અને સ્વીકાર્ય છે. ચાલો જાણીએ કે આધાર કાર્ડ કેટલા પ્રકારના છે.

 

આધાર કાર્ડ ચાર પ્રકાર:

1. આધાર પત્ર (Aadhaar Letter)

તે કાગળ આધારિત લેમિનેટેડ પત્ર છે. તેમાં ઈશ્યુની તારીખ અને પ્રિન્ટની તારીખ સાથેનો QR કોડ છે. આધાર લેટર મફતમાં બનાવી શકાય છે. જરૂરી બાયોમેટ્રિક અપડેટ કરાવવાની પ્રક્રિયા પણ મફત છે. તે વ્યક્તિને પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. જો તમારું અસલ આધાર કાર્ડ ફાટી ગયું હોય અથવા ખોવાઈ ગયું હોય, તો તમે નવું મેળવી શકો છો. તમે UIDAIની વેબસાઈટ પર જઈને આ કરી શકો છો.

2. આધાર પીવીસી કાર્ડ (Aadhaar PVC Card)

આધાર PVC કાર્ડ એ આધારનું નવું વર્ઝન છે. આ આધાર કાર્ડ પીવીસી આધારિત છે. તે સામાન્ય આધાર કાર્ડ કરતાં વધુ મજબૂત છે, તેથી તે સરળતાથી ફાટતું નથી. તેમાં ડિજિટલી સહી કરેલ આધાર સુરક્ષિત QR કોડ, ફોટો અને વસ્તી વિષયક માહિતીનો સમાવેશ થાય છે. તેને સ્પીડ પોસ્ટ દ્વારા રહેવાસીના સરનામે મોકલવામાં આવે છે. તમે 50 રૂપિયાની ફી સાથે uidai.gov.in અથવા Resident.uidai.gov.in પર જઈને તેને મંગાવી શકો છો.

3. ઈ-આધાર (eAadhaar)

આ આધારનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. ઈ-આધારમાં પાસવર્ડ છે. તેમાં QR કોડ પણ છે. તે UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને UIDAI ની સત્તાવાર વેબસાઇટ પરથી તમારું ઇ-આધાર મેળવી શકો છો. તે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે.

4. એમ આધાર (mAadhaar)

M આધાર UIDAI દ્વારા બનાવવામાં આવેલ એક અધિકૃત મોબાઈલ એપ છે. તે આધાર નંબર ધારકોને તેમના આધાર રેકોર્ડ્સ CIDR સાથે રજીસ્ટર કરવા માટે ઈન્ટરફેસ પ્રદાન કરે છે. આ રેકોર્ડમાં ડેમોગ્રાફિક ડેટા અને ફોટોગ્રાફ સાથે આધાર નંબરનો સમાવેશ થાય છે. તેમાં સુરક્ષિત QR કોડ પણ છે. mAadhaar મફતમાં ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચો: આધાર કાર્ડની માહિતી ઘરે બેઠા કેવી રીતે અપડેટ થશે?

Back to top button