અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ, 27 મે 2024, અગ્નિકાંડના ત્રણેય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા છે. આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. કોર્ટમાં આરોપીઓ સામે ધારદાર દલિલો રજૂ કરવામાં આવી હતી.TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્પે. પી.પી. તરીકે તુષાર ગોકાણીએ કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીઓ પાસે કોઈ પૂરાવા નથી. તપાસનીશ અધિકારી પૂછે તો કહે છે કે પુરાવા નાશ પામ્યા છે. તેમને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા તેની કોઈ માહિતી નથી. એક મહિલાએ ડાઇંગ ડિક્લેરેશનમાં કહ્યું છે કે, જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. આ કેસમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યાં છે.આરોપી યુવરાજ સિંહ સોલંકી, પ્રકાશ જૈન, નિતીન જૈન, અશોકસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર છે જેઓ TRP ગેમઝોનનું સંચાલન કરતાં હતા.

ફાયર સાધનો પણ ન હોવાનું ફાયર વિભાગે જાહેર કર્યું
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી હોવાનું સામે આવ્યું છે. શનિ-રવિના દિવસોમાં 100 થી 150 માણસ એક સાથે ગેમ ઝોન ખાતે હાજર હોવાની માહિતી મળી છે. બનાવ સાંજના સમયે બન્યો હોવાથી વ્યક્તિઓ ખૂબ ઓછા હતા. જો રાત્રે બન્યો હોત તો વ્યક્તિઓની સંખ્યા 200ને પણ પાર પહોંચી ગઈ હોત. કોર્ટમાં સ્પે. પી.પી.એ દલિલ કરી હતી કે, TRP ગેમ ઝોન સંપૂર્ણ ફેબ્રિકેશનમાં બનેલું છે. મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ પણ હતું. ફાયર સાધનો પણ ન હોવાનું ફાયર વિભાગે જાહેર કર્યું છે.

કાટમાળ હટાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો
વેકેશનનો સમય હોવાથી ખાસ ઓફર પણ આપવામાં આવી હતી. છતાં વેલ્ડિંગનું કામ કેમ ચાલતું હતું એ મોટો સવાલ છે વેલ્ડિંગ કામ બંધ રાખવું જોઇએ. પોલીસ પાસે માત્ર ફિક્સિંગ ફી માટે જ પરમિશન લીધી હતી. વેલ્ડિંગ કામ ચાલુ હતું તેની જ નીચે ફોર્મના ગાદલા હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર પહેલાં ઘટના છે જેમાં હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં વારંવાર આવી દુર્ઘટના બની રહી છે.આ આગ લાગી તેમાં કોઈ કલમનો ઉમેરાનો રિપોર્ટ કરવામાં આવ્યો નથી. FSL આવ્યા પહેલાં કાટમાળ હટાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો છે. પોતાના સ્વજનો માટે હજુ લોકો ભટકી રહ્યા છે. આવા સમયમાં 14 દિવસના રિમાન્ડ તો શું ફર્ધરમાં વધુ 14 દિવસના રિમાન્ડ આપવા જોઇએ.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડનો મોટો પડઘોઃ પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરની બદલી

Back to top button