ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર પહાડ સાથે અથડાયું હતું કે હુમલો થયો હતો? ઈરાની સેનાએ આપ્યો જવાબ

Text To Speech

ઈરાન, 24 મે: ઈરાનના દિવંગત પ્રમુખ ઈબ્રાહિમ રાઈસીને દેશના સૌથી પવિત્ર શિયા મંદિર ખાતે દફનાવવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદેશ મંત્રી અને અન્ય 6 લોકો સાથે તેમનું મૃત્યુ થયું હતું. રાયસીને લઈ જતું હેલિકોપ્ટર પહાડ સાથે અથડાયું હતું અને થોડી જ વારમાં આગ લાગી હતી. ઈરાનના સરકારી મીડિયાએ અકસ્માતના સૈન્ય તપાસકર્તાઓને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો હુમલો થયો હોવાનું સાબિત કરવા માટે કોઈ સંકેતો મળ્યા નથી.

દુર્ઘટના માટે કોઈને દોષી ઠેરવવામાં નથી આવ્યો

હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસનો હવાલો સંભાળતા સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે ગુરુવારે મોડી રાત્રે પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું. દુર્ઘટના માટે કોઈને દોષી ઠેરવવામાં આવ્યો નથી. જોકે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અંગે વધુ માહિતી વધુ તપાસ બાદ આપવામાં આવશે. જનરલ સ્ટાફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, અકસ્માત પહેલા કંટ્રોલ ટાવર અને હેલિકોપ્ટર ક્રૂ મેમ્બરો વચ્ચે વાતચીતમાં કંઈપણ શંકાસ્પદ નહોતું. તેમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર અંગેનો છેલ્લો સંદેશ દુર્ઘટનાના લગભગ 90 સેકન્ડ પહેલા મળ્યો હતો.

ઈમામ રેઝા દરગાહની અંદર કબરમાં રાયસીને દફનાવવામાં આવ્યો

ઈબ્રાહિમ રાયસીને મશહદમાં ઈમામ રેઝા દરગાહની અંદર એક કબરમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરગાહમાં શિયા સમુદાયના 8મા ઈમામને દફનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેઓએ કાળા કપડા પહેર્યા હતા.

આ પણ વાંચો: લેન્ડ સ્લાઇડમાં 100 લોકોના નિધન, કાટમાળમાં દબાયેલી મળી લાશો, અહી કુદરતે વેર્યો વિનાશ

Back to top button