ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

અરે ભાગો, તે પડી ગયો! ઋષિકેશ એઇમ્સના ત્રીજા માળે પહોંચી પોલીસ વાન, વીડિયો વાયરલ

Text To Speech
  • ફિલ્મ 3 ઈડિયટ્સનો હોસ્પિટલનું સીન ઉત્તરાખંડની એઈમ્સ ઋષિકેશ થયો રિક્રિએટ 

ઋષિકેશ, 23 મે: ફિલ્મ 3 ઈડિયટ્સનો હોસ્પિટલનો સીન દરેકના મનમાં છપાયેલું હશે, જ્યારે આમિર ખાન અને આર. માધવન તેમના મિત્ર શરમન જોશીના પિતાને સ્કૂટર પર વચ્ચે બેસાડીને હોસ્પિટલની અંદર લઈ જાય છે. જોકે ફિલ્મમાં આ સીન જોવાની મજા આવે છે. પરંતુ જરા કલ્પના કરો કે, જો ખરેખર કોઈ વાહન હોસ્પિટલના ત્રીજા માળે પહોંચે તો કેટલી અફરા-તફરી થાય. આ સમગ્ર મામલો ઋષિકેશ સ્થિત એઈમ્સ(AIIMS)નો છે, જ્યાં પોલીસ મહિલા ડોક્ટરની છેડતીના આરોપી નર્સિંગ ઓફિસરને પકડવા વાહન સાથે હોસ્પિટલના ત્રીજા માળે પહોંચી જાય છે. આ માટે AIIMSની અંદર પોલીસ અને સુરક્ષાકર્મીઓએ યોગ્ય રસ્તો પણ બનાવ્યો હતો. હાલ ઋષિકેશ એઈમ્સનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

મહિલા ડોક્ટર સાથે છેડતીનો સમગ્ર મામલો 

હકીકતમાં આ આખો મામલો ઋષિકેશ સ્થિત એઈમ્સનો છે, જ્યાં મહિલા ડોક્ટરની છેડતીના આરોપમાં નર્સિંગ ઓફિસરની ધરપકડ કરવા માટે પોલીસ વાહન લઈને હોસ્પિટલના ત્રીજા માળે પહોંચી હતી અને આ માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ યોગ્ય રસ્તો બનાવ્યો હતો. . આ સમગ્ર ઘટના ગત મંગળવારે બની હતી, પરંતુ આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આખો મામલો એ છે કે, AIIMSની એક મહિલા ડોક્ટરે સર્જરી વિભાગના ઓપરેશન થિયેટરમાં તૈનાત નર્સિંગ ઓફિસર સતીશ કુમાર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે મંગળવારે કેસ નોંધ્યો હતો. પરંતુ કોઈ ધરપકડ થઈ ન હતી. પોલીસના આ વલણથી નારાજ તબીબોએ કામના બહિષ્કારની જાહેરાત કરી હતી અને આરોપીની ધરપકડ કરવા માટે આગ્રહ કર્યો હતો.

ડોક્ટરોના ગુસ્સાને ગંભીરતાથી લેતા પોલીસ એઈમ્સ ખાતે પહોંચી હતી. મામલાની તાકીદને સમજીને પોલીસ વાહન સાથે તે માળે પહોંચી જ્યાં આરોપી ફરજ બજાવતો હતો. ત્રીજા માળે પોલીસ વાહન જોઈ દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. જોકે, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પોલીસના વાહનને રસ્તો બનાવીને પહોંચાડ્યો હતો. આરોપીને પકડ્યા બાદ પોલીસ તેને કારમાં લઈ ગઈ અને ઈમરજન્સી મારફતે બહાર આવી.

આ પણ જુઓ: પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક: વીડિયોએ ઘરેલુ હિંસા પર જગાવી ચર્ચા, જુઓ

Back to top button