અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતઃ નકલી સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ બનાવતી યુનિટ પર દરોડા

Text To Speech
  • ISI માર્ક વગરના 310 ડ્રમ સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ જપ્ત

22 મે 2024, ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ માર્કવાળા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સના ઉત્પાદનમાં રોકાયેલા યુનિટમાં મેસર્સ આંશિક પોલીસર્ફ લિમિટેડ, પ્લોટ નંબર- સી383/1,અરગમા કેમિકલ એસ્ટેટ, સાયખા, દાદરા અને નગર હવેલી. 5મી મેના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટમાંથી ISI માર્ક વગરના 310 ડ્રમ સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે ઉપરોક્ત યુનિટ પાસે સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સનું બીઆઈએસ લાઇસન્સ ન હતુ, ISI માર્ક વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

ISI માર્ક લગાવ્યા વગર વેચાણ અને સંગ્રહ કરી શકાશે નહીં

રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સના ઓર્ડર મુજબ તારીખ 15 એપ્રિલ 2021ના રોજ જારી કરાયેલા ઓર્ડર મુજબ સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ ઉપર ISI 15 અકટોબર 2021 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈ એસ આઈ માર્ક લગાવ્યા વગર સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા ૱ 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરપયોગની કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે.

આ પણ વાંચો..ગુજરાતની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાશે, ત્યાર બાદ રહેણાંકમાં પ્રયોગ થશે

Back to top button