ટ્રેન્ડિંગમનોરંજન

અભિષેક કુમારે પાપારાઝીને વહેંચી મીઠાઈ અને પછી ‘ખતરોં કે ખિલાડી’ માટે રવાના!

Text To Speech
  • વિદેશ જતા પહેલા અભિષેક કુમારે મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીને મીઠાઈ વહેંચી હતી અને તે ખૂબ ખુશ દેખાતો હતો. આ પહેલા સવારે તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો હતો અને ભગવાન તેમજ વડીલોના આશીર્વાદ લીધા હતા

22 મે, મુંબઈઃ રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં ફેમસ થયા બાદ ટીવી અભિનેતા અભિષેક કુમાર એક વખત ફરી ચર્ચામાં આવ્યો છે. હવે તે રોહિત શેટ્ટીના સ્ટંટ બેઝ્ડ શો ‘ખતરોં કે ખિલાડી-14’માં જોવા મળશે. તે શૂટિંગ માટે અન્ય કન્ટેસ્ટેન્ટ્સ સાથે રોમાનિયા જવા રવાના થયો છે. વિદેશ જતા પહેલા અભિષેક કુમારે મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીને મીઠાઈ વહેંચી હતી અને તે ખૂબ ખુશ દેખાતો હતો. આ પહેલા સવારે તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો હતો અને ભગવાન તેમજ વડીલોના આશીર્વાદ લીધા હતા.

‘ખતરોં કે ખિલાડી-14’નું શૂટિંગ પહેલા સાઉથ આફ્રિકામાં થવાનું હતું, પરંતુ પછી નવું લોકેશન સિલેક્ટ કરવામાં આવ્યું. હવે રોમાનિયામાં તેનું શૂટિંગ થશે. આ શોમાં શાલીન ભનોટ, શિલ્પા શિંદે, અભિષેક કુમાર, કૃષ્ણા શ્રોફ, સુમોના ચક્રવર્તી ઉપરાંત પણ અન્ય ચહેરા જોવા મળશે.

 

અભિષેક પર કેમ ફિદા થયા ફેન્સ?

અભિષેક કુમાર આજે રોમાનિયા રવાના થાય તે પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. મંદિરમાં દર્શન કર્યા બાદ તેણે મિડિયા સમક્ષ પોઝ પણ આપ્યો હતો. ત્યારે તેને ઘણા ફેન્સ મળવા પણ આવ્યા હતા. અભિષેકે કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર વડીલોને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. આ જોઈને ફેન્સ તેની પર ફિદા થયા છે અને તેની નમ્રતાની પ્રશંસા કરી રહ્યા છે.

પાપારાઝીને પ્રસાદ વહેંચ્યો

સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરીને વડીલોના આશીર્વાદ લીધા બાદ 29 વર્ષનો અભિષેક કુમાર મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. અહીં તેણે પાપારાઝીને પ્રસાદ વહેંચ્યો અને પોતાની જીત માટે ફેન્સને પ્રાર્થના કરવાનું પણ કહ્યું, ત્યારબાદ તે રોમાનિયા માટે રવાના થયો હતો.

આ પણ વાંચોઃ જામનગર બાદ હવે ક્યાં અને ક્યારે યોજાશે અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ?

Back to top button