ટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળના વડાપ્રધાનની પ્રચંડ જીત, 18 મહિનામાં ચોથી વખત વિશ્વાસ મત જીત્યા!

Text To Speech
  • પુષ્પ કમલ દહલ પ્રચંડ સોમવારે સંસદમાં ચોથી વખત વિશ્વાસ મત જીત્યા
  • 158 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો
  • ડિસેમ્બર 2022 માં પ્રચંડે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો 

કાઠમંડુ, 20 મે: નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડએ સોમવારે સંસદમાં ચોથી વખત વિશ્વાસ મત જીત્યો છે. વડાપ્રધાન પદ સંભાળ્યાના 18 મહિનામાં તેમને ચોથી વખત આ વિશ્વાસ મત મળ્યો છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા અને મતદાનથી દૂર રહી. નેપાળના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​(HoR)માં ત્રીજા સૌથી મોટા પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓઇસ્ટ સેન્ટર)ના નેતા પ્રચંડ (69), 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં 157 મત મેળવ્યા હતા.

કુલ 158 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો અને નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન રબી લામિછાને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લામિછાને પર સહકારી ભંડોળના દુરુપયોગનો આરોપ છે. વિરોધ પક્ષના આ સૂત્રોચ્ચારને કારણે મતદાન પ્રક્રિયામાં વિલંબ થયો હતો. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના એક સભ્ય મતદાન દરમિયાન તટસ્થ રહ્યા હતા. ગૃહના સ્પીકર રાજ ઘીમીરેએ જાહેરાત કરી કે પ્રચંડે સંસદમાં બહુમતી સાથે વિશ્વાસ મત જીતી લીધો છે. ગઠબંધન ભાગીદારોમાંના એક, જનતા સમાજવાદી પાર્ટી (JSP) એ ગયા અઠવાડિયે ગઠબંધન સરકારને તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.

138 મતની જરૂર હતી

સરકારને વિશ્વાસ મત જીતવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. અગાઉ નેપાળી કોંગ્રેસના અવરોધને કારણે મતદાનમાં વિલંબ થયો હતો. નેપાળી કોંગ્રેસે કૌભાંડમાં લામિછાનેની કથિત સંડોવણીની તપાસ માટે સંસદીય તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી હતી. ડિસેમ્બર 2022 માં પ્રચંડે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી આ ચોથી વખત સંસદમાં વિશ્વાસ મત યોજાયો છે.

આ પણ વાંચો:  આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાયે જણાવ્યું સંપૂર્ણ ઓપરેશન

Back to top button