પ્રયાગરાજમાં ઇન્ડી ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ, અનેક ઘાયલઃ જૂઓ વીડિયો
- યુપીના પ્રયાગરાજમાં ઈન્ડી ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ
- રાહુલ અને અખિલેશ ભાષણ આપી ન શક્યા
- ફુલપુરના પંડિલામાં આ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રયાગરાજ, 19 મે: યુપીના પ્રયાગરાજમાં ઈન્ડી ગઠબંધનની જાહેર સભામાં આજે રવિવારે બપોરે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે સભાના સ્થળે અખિલેશ યાદવ આવી પહોંચ્યા ત્યારે તેમને મળવા માટે કાર્યકર્તાઓ બેકાબૂ બની ગયા અને બેરિકેડ તોડીને સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
#WATCH | Uttar Pradesh: A stampede-like situation took place in the joint public meeting of Congress MP Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav, in Prayagraj. pic.twitter.com/WlKGzn2LNa
— ANI (@ANI) May 19, 2024
રાહુલ અને અખિલેશ ભાષણ આપી શક્યા ન હતા
નાસભાગને કારણે મીડિયાકર્મીઓના કેમેરા અને સ્ટેન્ડ પણ તૂટી ગયા હતા. અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ફુલપુરના પંડિલામાં આ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ કોઈ ભાષણ આપ્યા વિના જ નીકળી ગયા હતા.
અમિત શાહે પ્રયાગરાજમાં વિપક્ષ પર નિશાન સાધ્યું
બીજી તરફ જોકે, એ જ ક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધી રહેલા ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘સમગ્ર ઇન્ડી ગઠબંધન તેના પુત્રો અને પુત્રીઓ માટે રાજકારણ કરે છે.’ તેમણે કહ્યું કે લાલુ, સોનિયા, ઉદ્ધવ, સ્ટાલિન પોતપોતાના પુત્રોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. અલ્હાબાદ સીટ પરથી ભાજપના ઉમેદવાર નીરજ ત્રિપાઠીના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું હતું ,’જે લોકો પોતાના પુત્ર-પુત્રીઓ માટે રાજનીતિ કરે છે તેઓ જનતાનું કોઈ ભલું કરી શકે છે?’ તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન કહે છે કે જો તેમની સરકાર આવશે, તો તેઓ કલમ 370 ફરીથી લાગુ કરશે, ટ્રિપલ તલાક પાછો લાવશે, નાગરિકતા સંશોધન કાયદો (CAA) દૂર કરશે અને પરમાણુ હથિયારોનો નાશ કરશે.
તેમણે આરોપ લગાવ્યો કે આ ‘ઇન્ડી’ ગઠબંધન દેશને આગળ નહીં લઈ જઈ શકે. ગૃહમંત્રીએ કહ્યું, ‘આ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (એસપી) સરકારોએ 70 વર્ષ સુધી રામ મંદિરને અટવાયેલું રાખ્યું. સપા સરકારે કાર સેવકો પર ગોળીબાર કર્યો અને રામ ભક્તોની હત્યા કરી. જનતાએ મોદીજીને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા.ભારતની જનતાએ કેસ જીત્યો, ભૂમિપૂજન કર્યું અને 24મી જાન્યુઆરીએ અભિષેક સમારોહ સાથે ‘જય શ્રી રામ’ કહ્યું.
અમિત શાહે કહ્યું કે જ્યારે ટ્રસ્ટે તેમને (વિરોધી પક્ષોને) અભિષેક સમારોહમાં ભાગ લેવાનું આમંત્રણ મોકલ્યું, ત્યારે તેઓ આવ્યા ન હતા. .શાહે કહ્યું કે મોદીજીએ દરેક ધર્મના તમામ સાંસ્કૃતિક કેન્દ્રોને ડેવલોપ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે એક તરફ રામભક્તો પર ગોળીબાર કરનાર છે અને બીજી તરફ રામ મંદિર બનાવનાર મોદીજી છે, જનતાએ બેમાંથી એકની પસંદગી કરવાની છે.
આ પણ વાંચો: યુપી-બિહારના લોકોનો પંજાબ પર કબજો, કોંગ્રેસ ઉમેદવાર સુખપાલ ખૈરાનું વિવાદાસ્પદ નિવેદન