ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાણીની પાઈપ તુટી જતાં હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

Text To Speech
  • પીવાનું પાણી રોડ પર રેલાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

પાલનપુર 18 મે 2024 : ડીસામાં આવેલા મુખ્ય બટાકા સંશોધન કેન્દ્ર આગળ બીએસએનએલ દ્વારા ડીપી નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતાં પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખતા હજારો લિટર પાણી નો વેડફાટ થયો હતો. નગરપાલિકા દ્વારા બીએસએનએલ કંપનીને નોટિસ આપવામાં આવી છે. ડીસાના જલારામ મંદિર થી બગીચા સર્કલ તરફ જતાં માર્ગ પર આવેલ બટાકા સંશોધન કેન્દ્રની બહાર બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઈપ તોડી નાંખતા હજારો લીટર પીવાનું પાણી રોડ પર વેડફાયુ હતું. હજારો લીટર પાણી રોડ પર વેડફાતા રાહદારીઓ સહિત વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા પીવાનું પાણી રોડ પર રેલાઈ પ્રાંત કચેરીમાં ઘુસ્યા હતા.

શુક્રવારે સાંજે પાઈપ લાઈન તુટી હોવાથી સાંજના સમયે પાલિકા દ્વારા છોડાયેલ પીવાનું પાણીનો વેડફાટ થયો અને બીજા દિવસે શનિવારે સવારે પણ પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. જ્યારે પાલિકા દ્વારા કોઈપણ કંપનીને એન ઓ સી આપવામાં આવે છે ત્યારે શરતોને આધીન આપવામાં આવે છે અને પાલિકાની મિલકતને કોઈપણ જાતનું નુકશાન થાય ત્યારે કામ કરતી કંપની પાસેથી ભરપાઈ કરવાની હોય છે. ત્યારે પાલિકા દ્વારા બીએસએનએલ કંપનીને નોટીસ આવી છે. બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન નવિન રોડ પણ તોડી નાખી બાદમાં માટીનું પુરાણ કરી દેવામાં આવી છે.પરંતુ યોગ્ય રીતે સમારકામ ન થતાં હજુ પણ પાણી ક્યાંક લિકેજ થઈ રહ્યું છે. પીવાના પાણીની પાઈપ લાઈન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો.

અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને કેટલાંય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાતું નથી જ્યારે બીએસએનએલ કંપનીની બેદરકારીથી પાઈપ લાઈન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે ત્યારે બેદરકારી દાખવનાર બીએસએનએલ કંપનીના કોન્ટ્રાકટર સામે પાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરશે ખરા કે પછી તૈરી ભી ચુપ મેરી ભી ચુપની નીતિ આપવાનામાં આવશે..

આ પણ વાંચો : બનાસકાંઠા: પાલનપુરના ધાણધામાં વરસાદથી પપૈયાના પાકનો સોથ વળી ગયો

Back to top button