ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, સરકારને લીધી આડે હાથ
- ઉત્તરાખંડના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી
- આગ લાગવાની ઘટના વારંવાર કેમ બને છે?: કોર્ટ
- યોગ્ય ભંડોળ મળતું હોત તો સ્થિતિ વધુ સારી હોતઃ ઉત્તરાખંડ સરકાર
ઉત્તરાખંડ,15 મે: ઉત્તરાખંડના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે પૂછ્યું કે આગની વચ્ચે તમે ફોરેસ્ટ ફાયર બ્રિગેડના જવાનોને ચૂંટણી ફરજ પર કેમ મૂક્યા?
કોર્ટે કહ્યું- “તમે માત્ર બહાના બનાવી રહ્યા છો”
કોર્ટના સવાલ પર રાજ્યના અધિકારીએ કોર્ટને જણાવ્યું કે કર્મચારીઓની ચૂંટણી ફરજ સમાપ્ત થઈ ગઈ છે અને મુખ્ય સચિવે તેમને કોઈ અધિકારીને ચૂંટણી ફરજ પર ન મૂકવાનો નિર્દેશ આપ્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ ખેદજનક સ્થિતિ છે. તમે માત્ર બહાના બનાવી રહ્યા છો. ત્યારબાદ રાજ્યસરકારના વકીલે કોર્ટમાં કહ્યું કે “આગ ઓલવવા માટે કેન્દ્ર તરફથી કોઈ પૈસા મળ્યા નથી”.ઉપરાંત વકીલ પરમેશ્વરાએ કહ્યું કે “જંગલમાં ભીષણ આગ લાગી છે અને 40 ટકા જંગલ આગની લપેટમાં છે. રાજ્ય સરકારને જંગલમાં લાગેલી આગને પહોંચી વળવા માટે કેન્દ્ર પાસેથી ભંડોળ મળ્યું નથી”. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્યની છ સભ્યોની સમિતિ મદદ કરે તો આ આગને જલ્દીથી કાબૂમાં લઈ શકાય. રાજ્ય સરકાર આગને કાબૂમાં લેવા સક્ષમ છે 9,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે અને 420 કેસ નોંધાયા છે.”
કોર્ટમાં રાજ્ય સરકારના વકીલે કહ્યું કે ફંડિંગ હવે મોટો મુદ્દો છે. જો યોગ્ય ભંડોળ મળતું હોત તો સ્થિતિ વધુ સારી હોત. રાજ્યની મદદ માટે કેન્દ્રએ આગળ આવવું પડશે. આ ઉપર કોર્ટમાં જજોની બેન્ચે રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે શું તેમણે “સાધન ખરીદવા” માટે કંઈ કર્યું છે કારણ કે “એકલા ઉત્તરાખંડમાં 280 આગ લાગી હતી.”
આ પણ વાંચોઃ CAA હેઠળ કેન્દ્ર સરકારે 14 લોકોને ભારતીય નાગરિકતા આપી