Vivoએ લોન્ચ કર્યો સેટેલાઈટ કોમ્યુનિકેશન સપોર્ટ કરતો Vivo X100 Ultra ધમાકેદાર ફોન
- Vivoનો Vivo X100ના 3 વેરિયન્ટ કર્યો લોન્ચ જે ધરાવે છે યુનિક ફિચર્સ
- આ સ્માર્ટફોનમાં 200MP,16GB RAM અને 5,500mAh ની બેટરીથી સજ્જ
- સ્ટોરેજ વાઈઝ ત્રણ અલગ અલગ 256GB ,512GB, અને 1TB વેરિયન્ટ
HD ન્યુઝ ડેસ્ક, 15 મે: Vivoએ Vivo X100 શ્રેણીમાં ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમાં Vivo X100 Ultra ફ્લેગશિપ મોડલ છે. X100 અલ્ટ્રામાં 6.78 ઇંચની કર્વ્ડ E7 AMOLED ડિસ્પ્લે આપવામાં આવેલી છે. આ ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 5,500mAh ની બેટરી આપવામાં આવેલી છે. 28મેના રોજ શરુ થશે આ ફોનનો શેલ તો જાણો Vivoના આ નવા સ્માર્ટફોનના ખાસ ફિચર્સ અને કિંમત વિશે.
Vivo X100 Ultraની વિશેષતા
આ સ્માર્ટફોનમાં 16GB રેમ અને 1TB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. X100 Ultra માં Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે એન્ડ્રોઈડ 14 પર બેઝ્ડ OriginOS 4 પર રન કરે છે. સિક્યોરિટી માટે આ ફોન અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેન યુક્ત છે. ડિસ્પ્લેમાં 6.78 ઈંચની કર્વ્ડ E7 AMOLED ડીસ્પ્લે આપેલી છે જે 3200 × 1440 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ, 3000 નિટ્સ પીક બ્રાઈટનેસની સાથે ડોલ્બી વિજન પણ સપોર્ટ કરે છે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો Vivo X100 Ultra માં ટ્રિપલ Zeiss-બ્રાંડેડ રિયર કેમેરા છે, જેમાં, 50 મેગાપિક્સલ પ્રાઇમરી સોની LYT-900 એક ઇન્ચ સેન્સર, સેકન્ડ 14 mm ફોકલ લેન્થ અને 116-ડિગ્રી FoVની સાથે 50 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા અને 85mm ફોકલ લેન્થ સાથે 200 મેગાપિક્સલ 1/1.14 ઇંચ HP9 પેરિસ્કોપ ટેલીફોટો કેમેરા છે. Vivo X100 Ultra માં કંપનીની V3 ઈમેજિંગ ચિપસેટ પણ છે. જે HDR ડૉલ્બી વિજન ઇનનેબલ્ડ સાથે 120fps પર 4K વીડિયો અને 60fps પર 4K વીડિયો રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. જ્યારે ફ્રન્ટ કેમેરામાં સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં 5,500mAh ની બેટરી આપવામાં આવી છે જે 80W વાઇર્ડ અને 30W વાયરિંગનો સપોર્ટ કરે છે. Vivo X100 Ultra ટૂ-વે સેટેલાઇટ કમ્યુનિકેશનની સાથે પણ આવે છે. જેમાં એક્સ-એક્સિસ લીનિયર મોટર, સ્ટુડિયો-ગ્રેડ માઈક્રોફોન, સ્ટીરીયો ડબલ સ્પીકર અને એ સિવાય પણ ઘણું બધું છે. Vivo X100 Ultra સ્માર્ટફોનમાં ધૂળ અને પાણીથી બચવા માટે IP69 અને IP68થી સજ્જ છે. જ્યારે હીટ ડિસિપેશન માટે સ્માર્ટફોનમાં એક 3D VC કૌલિંગ સિસ્ટમ આપેલી છે.
Vivo X100 Ultra કિંમત
Vivo x100 Ultraના ત્રણ વેરિયન્ટની કિંમત અલગ અલગ છે. જેમાં 12GB+256GB વેરિયન્ટની કિંમત લગભગ 74,991 રૂપિયા, 16GB+512GB વેરિએન્ટની કિંમત 84,261 રૂપિયા અને 16GB+1TB વેરિએન્ટ, 16GB+1TB વેરિએન્ટના 92,278 રૂપિયા છે. આ સ્માર્ટફોન ટાઈટેનિયમ, વ્હાઈટ અને સ્પેસ ગ્રે એમ કુલ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Vivoનો V30e ભારતમાં લૉન્ચ થયો, જાણો ફીચર અને કિમત