માઈક્રોસોફ્ટે હૈદરાબાદમાં ખરીદી જમીન, જાણો કંપની શું કરવા જઈ રહી છે
હૈદરાબાદ, 7 મે : વિશ્વની અગ્રણી આઈટી કંપની માઈક્રોસોફ્ટ કોર્પોરેશને ભારતમાં જમીનનો મોટો સોદો કર્યો છે. માઇક્રોસોફ્ટે હૈદરાબાદ પાસે લગભગ 48 એકર જમીન રૂ. 267 કરોડમાં ખરીદી છે. સાઈ બાલાજી ડેવલપર્સે આ જમીન માઈક્રોસોફ્ટને વેચી દીધી છે. આ જમીન રંગારેડ્ડી જિલ્લામાં આવેલી છે. કંપની ભારતમાં એક મોટું ડેટા સેન્ટર ખોલવાની યોજના ધરાવે છે.
એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ખોલવાની તૈયારી
ડેટા એનાલિટિક્સ ફર્મ પ્રોપસ્ટેકની માહિતી અનુસાર સુંદર પિચાઈની આગેવાની હેઠળની માઈક્રોસોફ્ટ તેના ડેટા સેન્ટર બિઝનેસને વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. હૈદરાબાદમાં બનાવવામાં આવનાર આ ડેટા સેન્ટરની ગણના એશિયાના સૌથી મોટા ડેટા સેન્ટર્સમાં થશે. માઇક્રોસોફ્ટની આ જમીન હૈદરાબાદ શહેરથી લગભગ 40 કિમી દૂર છે. કંપનીએ આ જમીન સોદા માટે પ્રીમિયમ પણ ચૂકવ્યું છે.
પુણે, મુંબઈ અને ચેન્નાઈમાં ચાલતા ડેટા સેન્ટર
માઈક્રોસોફ્ટ પુણે, મુંબઈ અને ચેન્નાઈમાં ડેટા સેન્ટર ચલાવે છે. કંપનીનું આ ડેટા સેન્ટર લગભગ 5 વર્ષથી ચાલી રહ્યું છે. કંપની હૈદરાબાદમાં તેનું ચોથું ડેટા સેન્ટર ખોલવા જઈ રહી છે. પ્રોપસ્ટેકના જણાવ્યા અનુસાર, માઇક્રોસોફ્ટે ડેટા સેન્ટર બિઝનેસ માટે અગાઉ હૈદરાબાદમાં બે જગ્યાએ જમીન ખરીદી હતી. માઇક્રોસોફ્ટે હાલમાં આ જમીન સોદાને લગતી કોઈપણ માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો છે.
ઈન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટરે ભારતમાં કંપનીનો બિઝનેસ વધાર્યો
માઈક્રોસોફ્ટ હાલમાં બેંગલુરુ અને નોઈડામાં ઈન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર (IDC) ચલાવે છે. આ બંને કેન્દ્રો અંદાજે 54 એકરમાં ફેલાયેલા છે. IDC એ ભારતમાં તેનો વ્યાપાર વિસ્તારવામાં માઇક્રોસોફ્ટને ઘણી મદદ કરી છે. કંપનીના Azure, Windows, Office અને Bing આ કેન્દ્રોની મદદથી ચલાવવામાં આવે છે. આ સિવાય છેલ્લા 2 વર્ષમાં કંપનીએ દેશભરમાં ઘણી જગ્યાએ ઓફિસ સ્પેસ પણ લીધી છે.
આ પણ વાંચો :બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની તબિયત બગડી, હોસ્પિટલમાં MRI કરાયું