લગ્ન થયાં હોય કે નહીં, સહમતિથી થયેલા સેક્સને ખોટું ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ
- જાતીય અપરાધો સાથે જોડાયેલા ખોટા કેસો આરોપીની છબીને કલંકિત કરે છે અને સાચા કેસોની વિશ્વસનીયતા પણ નષ્ટ કરે છે: HC
નવી દિલ્હી, 3 મે: દિલ્હી હાઈકોર્ટે જાતીય સતામણી સાથે સંકળેલા એક કેસમાં સુનાવણી દરમિયાન મહત્ત્વની ટિપ્પણી કરી છે. અદાલતનું કહેવું છે કે, જો બે પુખ્ત વયના લોકો સહમતિથી જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તેમને ખોટા કામ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. દુષ્કર્મના કેસમાં કોર્ટે યુવકને જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું હતું કે, “જાતીય અપરાધો સાથે જોડાયેલા ખોટા કેસો વ્યક્તિની છબીને કલંકિત કરે છે અને સાચા કેસોની વિશ્વસનીયતા પણ નષ્ટ કરે છે.”
No Wrongdoing Can Be Attributed To Consensual Sexual Acts Between Adults Regardless Of Their Marital Status: Delhi High Courthttps://t.co/MKSM3xhInm
— Live Law (@LiveLawIndia) May 2, 2024
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અમિત મહાજને શું કહ્યું?
જસ્ટિસ અમિત મહાજન કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “સમાજના ધારાધોરણો સૂચવે છે કે આદર્શ રીતે જાતીય સંબંધો લગ્નના માળખામાં જ થવા જોઈએ. જો બે પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી જાતીય પ્રવૃત્તિ થઈ રહી હોય, તો કોઈને ખોટા કામ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. ભલે પછી તેમની વૈવાહિક સ્થિતિ જે પણ હોય.” અહેવાલ અનુસાર, મહિલાએ આ કેસમાં આરોપ લગાવ્યો હતો કે, તે વ્યક્તિએ તેની સાથે ઘણી વખત બળજબરીપૂર્વક સેક્સ કર્યું હતું અને તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું.
મહિલાએ શું આરોપ લગાવ્યા અને તેના પર કોર્ટે શું કહ્યું?
મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે, આગળ જઈને તેને ખબર પડી કે આરોપી પરિણીત છે અને તેના બે બાળકો છે. મહિલાનો દાવો છે કે, તે વ્યક્તિ તેની પાસેથી ગિફ્ટ માંગતો હતો અને કથિત રીતે તેણીએ તેને 1.5 લાખ રૂપિયા રોકડા પણ આપ્યા હતા. જેનાં પર કોર્ટનું કહેવું છે કે, કથિત ઘટના સમયે મહિલા પુખ્ત વયની હતી. કોર્ટે પણ જણાવ્યું હતું કે જામીન સમયે, તે સ્થાપિત કરી શકાયું નથી કે તેણીની સંમતિ લગ્નના વચનથી તે પ્રભાવિત થઈ હતી. કોર્ટે આ મુદ્દાને તપાસનો વિષય ગણ્યો છે. અહેવાલ અનુસાર, કોર્ટે કહ્યું કે, ‘દેખીતી રીતે પીડિતા ફરિયાદ દાખલ કરતા પહેલા થોડા સમય માટે અરજદારને મળી રહી હતી અને તે જાણ્યા પછી પણ સંબંધ ચાલુ રાખવા માંગતી હતી કે તે પરિણીત છે.’
કોર્ટે કહ્યું, ‘જામીન પર વિચાર કરતી વખતે કોર્ટ માટે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી અને યોગ્ય પણ નથી. એ નિર્ણય પર પહોંચવું કે, લગ્નનું વચન ખોટુ હતું અને તેનું પાલન કરવાના કોઈ ઈરાદા વગર ખરાબ વિશ્વાસ સાથે સેકસ કરવામાં આવ્યું હતું. આ પ્રકારનો નિર્ણય પુરાવાનું મૂલ્યાંકન કર્યા પછી થવો જોઈએ.”
આ પણ જુઓ: મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી