ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવર્લ્ડહેલ્થ

કોવિશિલ્ડ વેક્સીનથી ચિંતત છો? તો જાણો શું કહે છે ભારતીય ડૉક્ટરો?

  • ભારતના ડૉક્ટરોના કહેવા પ્રમાણે, રસીથી TTS થવાની શક્યતા ખૂબ જ ઓછી
  • ભારતમાં જે લોકોએ 2 વર્ષ પહેલા રસી લીધી હતી તેઓએ ચિંતા કરવાની જરૂર નથી

નવી દિલ્હી, 1 મે: બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેમની કોવિડ-19 રસી કેટલીક સાધારણ આડઅસરો પેદા કરી શકે છે. આ દરમિયાન, કોવિશિલ્ડ રસી વિશે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. આ પ્રશ્નો અંગે  ભારતના ડૉકટરો શું વિચારે છે તે જાણીએ.

એસ્ટ્રાઝેનેકાનું મંતવ્ય

એસ્ટ્રાઝેનેકાએ ભારતીય મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારી સહાનુભૂતિ તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા જેમને આ કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે. દર્દીની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમારી પાસે રસી સહિત તમામ દવાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કંપનીના સ્પષ્ટ અને કડક માન્ય ધોરણો છે. એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ રસી ટેસ્ટીંગ અને રીસર્ચમાં સુરક્ષિત સાબિત થઈ છે.  વિશ્વભરના વિજ્ઞાનીઓ સતત કહી રહ્યા છે કે રસીકરણની આડઅસરની સંભાવના છતાં તે અંત્યત જૂજ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ તેની સામે આ રસીના ફાયદા વધુ છે.

ભારતીય ડૉક્ટરો શું કહે છે?

ભારતીય ડૉક્ટરો આ રસી બાબતે આશ્વસ્ત છે અને નાગરિકોને જરાય ડર નહીં રાખવા જણાવે છે. જેમણે કોવિડનો ગાઢ અભ્યાસ કર્યો છે તેવા હૈદરાબાદની એપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમારે જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની રસી, કોવિશિલ્ડ અને વેક્સજાવેરિયા બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવે છે, તેમાં TTS (થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ વિથ થ્રોમ્બોસિસ) નામની આડઅસર થવાની શક્યતા ઘણી ઓછી છે. જોકે ટીટીએસ કોવિડ-19 રસી સહિત અન્ય કેટલીક રસીઓની પણ આડઅસર જોવા મળી છે.

TTS રોગ શું છે?

હકીકતમાં, TTS એક એવી તકલીફ છે જેમાં શરીરમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે અને લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સહ-પ્રમુખ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે, ‘આ બધું યુકે મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે જે યુકેમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન બન્યું હતું. ટીટીએસ, રસીની એક આડઅસર અંગે પહેલીથી જ ચર્ચા કરવામાં આવી છે. આ અંગે WHOએ પણ મે 2021માં આ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. રસી-સંબંધિત પ્રતિકૂળ અસરો અંગે ડૉ. સુધીર કુમારે જણાવ્યું હતું કે આડઅસર સામાન્ય રીતે રસીકરણ પછી થોડા અઠવાડિયા (1-6 અઠવાડિયા)માં થાય છે. તેથી ભારતમાં જે લોકોએ 2 વર્ષ પહેલાં રસી લીધી હતી તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સહ-પ્રમુખ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે આ આડઅસરો પ્રથમ ડોઝ પછીના પ્રથમ મહિનામાં જ થાય છે, તે પછી નહીં.

રસીકરણના કારણે TTS થવાની સંભાવના વિેશે

ભારતમાં TTS અંગે ડૉ. સુધીર જણાવે છે કે વેક્સિન પછી TTSના કેસ મોટા ભાગે જોવા મળ્યા નથી. તેના માત્ર અલગ કેસો નોંધાયા છે. જો કે રસીના લાખો ડોઝ આપવામાં આવ્યા છે, કોવિડ રસીકરણ પછી TTP અત્યંત દુર્લભ છે. 2021 થી કોવિડ રસીકરણ પછી વિશ્વના વિવિધ ભાગોમાંથી TTSના અલગ કેસ નોંધાયા છે.  ટીટીએસની બીમારી છેલ્લા 100 વર્ષથી જેના વિશે બધા જાણે છે. તેનો પ્રથમ કેસ 1924 માં 16 વર્ષની છોકરી, એલી મોશકોવિટ્ઝમાં થયો હતો. TTP વિશે 1982થી અમને જાણ છે અને તે છેલ્લા 4 દાયકાથી તબીબી અભ્યાસક્રમનો એક ભાગ છે.

લોહી ગંઠાવાની સમસ્યા અને કાર્ડીયાક અરેસ્ટ અને કોવિડની રસી સાથેના સંબંધ વિશે ડૉ. સુધીર જણાવે છે કે કોવિડની રસીઓ લોહીના ગંઠાવાનું જોખમ વધારી શકે છે. જો કે, જોખમ ઘણું ઓછું છે અને કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેકના મોટાભાગના કિસ્સાઓમાં તો રસીનું કારણ નગણ્ય છે. ભારત અને અન્ય દેશોમાં પ્રકાશિત થયેલા ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોમાં આ સાબિત થયું છે. કોવિડ ચેપ લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે જે કોવિડ રસીઓ કરતા ઘણું વધારે છે. યુવાનોમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકનું કારણ પરંપરાગત જોખમી પરિબળો છે જેમ કે બેઠાડું જીવનશૈલી, સ્થૂળતા અને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઊંઘનો અભાવ, તણાવ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ પેકેજ્ડ ખોરાકનો વપરાશ. આવા લોકોમાં કોવિડ ચેપનું જોખમ પણ વધી જતું હોય છે. પરંતુ બહુ ઓછા કિસ્સામાં કોવિડ રસી બ્લડ ક્લોટ માટે જવાબદાર હોઈ શકે .

કોવિડ રસી અને હાર્ટ અટેક વચ્ચે નથી કોઈ સીધો સંબંધ

ડૉ. સુધીરનું માનવું છે કે TTS એ તમામ રસીઓ સાથે સંકળાયેલી છે આથી અમારી પાસે કોવિડ રસીની બીજી રસી સાથે તુલના કરવા પ્રયાપ્ત ડેટા નથી. આ સિવાય ઈન્ફલ્યુએન્ઝા રસી, ન્યુમોકોકલ રસી, H1N1 રસીકરણ અને હડકવાની રસી જેવી અન્ય રસીઓ સાથે પણ TTS રોગના કેસ જોવા મળ્યા છે. કોવિશિલ્ડ અને કો-વેક્સિન બંને અસરકારક છે. પણ તમામ રસીઓ અને તબીબી સારવારની કેટલીક આડઅસરો રહેતી હોય છે. ભારતમાં કરોડો લોકોનું રસીકરણ થયું છે તેઓ એકદમ સ્વસ્થ છે. રસીકરણ ન થયું હોત તો આજે કેટલાય લોકો જે જીવીત છે એ ન હોત. લિવર ડૉક્ટર તરીકે જાણીતા ડૉ. સિરિયાક એબી ફિલિપ્સ હેપેટોલોજિસ્ટ (લિવર ડૉક્ટર) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, “કોવિડ રસીકરણને કારણે હૃદયરોગથી મૃત્યુ પામેલા યુવાનો માટે કોઈ નક્કર ડેટા નથી. આ એન્ટિ-સાયન્સ સમુદાય દ્વારા ફેલાવેલો વેક્સિન વિરોધી ભ્રામક પ્રચાર છે. ભારતમાં વપરાતી કોવિડ રસીઓ અને હાર્ટ એટેકના જોખમ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.”

આ પણ વાંચો:   કોંગ્રેસે સવાલ કર્યો હાર્ટ એટેક વધવાનું કારણ વેક્સિન છે?, સરકારે કહ્યું આ પાયાવિહોણી વાત

Back to top button