Samsung Galaxy S23 FE પર 21 હજારના ડિસ્કાઉન્ટની ઑફર! જાણો વિગતો
HD ન્યુઝ ડેસ્ક, 2 મે: Samsung Galaxy S23 FEની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાની કંપનીનો આ પ્રીમિયમ ફોનની લોન્ચ કિંમતમાં હવે 21 હજાર રૂપિયાની ડીસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. Samsung Galaxy S સીરીઝનું આ મોડલને તમે ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાંથી સસ્તામાં ખરીદી શકો છો.
Samsung Galaxy S23 FE પર અત્યાર સુધીની સૌથી મોટી ઓફર ફ્લિપકાર્ટમાં મળી રહી છે. સેમસંગનો આ ફોન ગયા વર્ષે રૂ. 54,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આજથી શરૂ થઈ રહેલા બિગ સેવિંગ્સ ડેઝ સેલમાં આ ફોનની લોન્ચ કિંમતમાં ફ્લિપકાર્ટ 21000 રુપિયાની ડીસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. સેમસંગે આ ફોનની કિંમતમાાં ધરખમ ઘટાડો કર્યો છે . તો આવો, જાણીએ સેમસંગનો આ પ્રીમિયમ ફોન વિશે.
S સીરીઝનું આ મોડલ તમને માત્ર 33,999 રુપિયામાં મળશે
ઑક્ટોબર 2023માં લૉન્ચ થયેલો આ ફોન બે સ્ટોરેજ વેરિઅન્ટ 8GB RAM + 128GB અને 8GB RAM + 256GBમાં ખરીદી શકાય છે. કિંમતમાં ઘટાડા પછી, આ ફોનની કિંમતમાં ઘટાડો થતાં પ્રારંભિ્ક કિંમત 34,999 રૂપિયા પર લિસ્ટ કરવામાં આવી છે. જ્યારે તેનું ટોપ વેરિઅન્ટ 39,999 રૂપિયામાં લિસ્ટેડ છે. આ પ્રિમીયમ ફોનમાં ચાર કલર ઓપ્શન મળશે – ક્રીમ, ગ્રેફાઇટ, મિન્ટ અને પર્પલ. ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલમાં ફોનની ખરીદી પર 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમે માત્ર 33,999 રૂપિયાની કિંમતમાં આ ફોન વસાવી શકો છો.
Samsung Galaxy S23 FEના ફીચર્સ વિશે
સેમસંગના આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે આઇડિયા છે. આ ફોનની ડિસ્પ્લે 120Hz હાઈ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સિવાય, ફોનમાં પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ જેવા ફિચર્સ પણ અપાયા છે. સેમસંગનો આ પ્રીમિયમ ફોન IP68 વોટર અને ડસ્ટ પ્રૂફ પણ છે. જે Samsung Exynos 2200 પ્રોસેસરથી રન થાય છે .
આ સેમસંગ ફોન 4,500mAh બેટરી સાથે 25W USB Type C વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ફીચર્સ સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 13 પર આધારિત One UI 5.0 ચાલે છે. આ સેમસંગ સ્માર્ટફોન બેક કેમેરામાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 50MP મેઈન , 12MP સેકન્ડરી અને મેક્રો કેમેરા છે. જ્યારે ફ્રન્ટ કેમેરામાં 10MPનો કેમેરો મળશે.
આ પણ વાંચો: Redmi ભારતમાં સ્પેશિયલ એડિશન Redmi Note 13 Pro+ 5G લોન્ચ કરશે