ટ્રેન્ડિંગમનોરંજન

બિગ બીએ શેર કરી ‘કોન બનેગા કરોડપતિ-16’ના સેટની પહેલી ઝલક

Text To Speech
  • અમિતાભ બચ્ચને લોકપ્રિય ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ-16’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. બિગ બીએ પોતાના બ્લોગ પોસ્ટમાં ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને લોકપ્રિય ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ-16’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. બિગ બીએ પોતાના બ્લોગ પોસ્ટમાં ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ‘KBC 16’ના ઓનલાઈન રજિસ્ટ્રેશન અંગે અપડેટ પણ આપ્યું છે. ‘કૌન બનેગા કરોડપતિ 16’નો નવો પ્રોમો પણ આવી ચૂક્યો છે, જેમાં અમિતાભ બચ્ચનની કેટલીક ખાસ પળોની ઝલક દર્શાવાઈ છે. દર્શકો લાંબા સમયથી ‘KBC’ની આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે.

કૌન બનેગા કરોડપતિ-16નો પ્રોમો

આ પહેલા અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પરથી પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘કારમાં લંચ લેવું પડ્યું, હવે તો બ્રેક લેવાનો પણ સમય નથી.’ ‘KBC 16’ના પ્રોમોમાં અમિતાભ બચ્ચન કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળે છે. આ પ્રોમો શેર કરતાં તેમણે લખ્યું, ‘એક વખત ફરી મને શુભ રાત્રિ, શુભ રાત્રિ, શુભ રાત્રિ કહેવાનો લહાવો મળવાનો છે. તમારા તરફથી એટલો પ્રેમ મળ્યો છે કે ફરી એકવાર પાછો આવ્યો છું, #KaunBanegaCrorepati શરૂ થશે. 26મી એપ્રિલની રાત્રે 9 વાગ્યાથી #KBCRegistration શરૂ થશે.

અમિતાભ બચ્ચનની કેબીસીમાં કમાલ

બિગ બીએ સેટ પરથી પોતાની બે તસવીરો પણ શેર કરી છે અને લખ્યું છે કે, ‘હું મારી કારમાં કામ કરવા ગયો અને લોકોની જવાબદારીનો ખ્યાલ આવ્યો. નવી સીઝનનો ખેલ શરૂ થવા જઈ રહ્યો છે, આ પરિવારનો પ્રેમ અને લાગણીઓ જળવાયેલી રહે. તેમણે આગળ લખ્યું છે, ‘નોન-સ્ટોપ શેડ્યૂલ સવારે 9 વાગ્યે શરૂ થાય છે અને બ્રેક વિના સાંજે 5 વાગ્યા સુધી ચાલે છે અને લંચ કારમાં જ લેવું પડે છે.

kbc નો ઇતિહાસ

‘કૌન બનેગા કરોડપતિ’ના નિર્માતાઓએ ‘KBC 16’ના ઓનલાઈન રજીસ્ટ્રેશન વિશેનું અપડેટ શેર કર્યું છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની પહેલી સીઝન 2000માં પ્રસારિત થઈ હતી. એક સિઝન સિવાય અમિતાભ બચ્ચન ત્યારથી શોનો હિસ્સો છે. આ શોની ત્રીજી સીઝન 2006માં શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી.

આ પણ વાંચોઃ અભિનેત્રી નેહા શર્મા બિહારમાં પિતા માટે રોડ શો કરતી જોવા મળી

Back to top button