ગેનીબેન ઠાકોરે કહ્યું, હવે તો લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છેઃ જુઓ વીડિયો
થરાદ, 25 એપ્રિલ 2024, ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીનો જબરદસ્ત જંગ જામ્યો છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ ઉમેદવાર ગેનીબેન અવારનવાર પોલીસ પર નિવેદન આપતાં રહે છે. ત્યારે આજે થરાદની સભામાં તેમણે ફરીવાર એક એવું નિવેદન આપ્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. ગેનીબેને કહ્યું હતું કે, હવે તો લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે. આ પેપર ફોડનારાઓને આપણે મતદાન કરીને ફોડવાના છે.
અડધો કલાકમાં સમાચાર આવે પેપર ફૂટી ગયું છે
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ લોકસભાની ચૂંટણી એ માત્ર સાંસદ બનવા માટેની નથી એસસી, એસટી, ઓબીસીના બંધારણીય હકોનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે. ગુજરાત સરકારમાં 30 વર્ષથી દેખાઈ રહ્યું છે. આપણા છોકરા છોકરી ગમે એટલી મહેનત કરે પણ બીજા જિલ્લાઓમાં પરીક્ષા આપવા જાય અને અડધો કલાકમાં સમાચાર આવે પેપર ફૂટી ગયું છે.
મતદારો નક્કી કરે છે ત્યારે લોકશાહીને કોઈ રોકી શકતું નથી
ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.થરાદ ખાતે જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આજે તમે જોવો જીગ્નેશભાઈ અને કોંગ્રેસના આટલાં લોકો સ્વખર્ચે આવતાં હોય ત્યારે એક તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. લોકોને SC-CT હોય OBC હોય આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણી નજરોની સામે દેખાય છે. તમામ સંસાધનોને કામે લગાડી દો પણ લોકશાહીને રોકવાવાળું કોઈ નથી. જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે ત્યારે લોકશાહીને કોઈ રોકી શકતું નથી.
આ પણ વાંચોઃસારૂ થયું ધાનાણીને ટીકિટ મળી બાકી રાજકોટમાં સુરતવાળી થાત, જાણો આવુ કોણે કહ્યું?