કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

સારૂ થયું ધાનાણીને ટીકિટ મળી બાકી રાજકોટમાં સુરતવાળી થાત, જાણો આવુ કોણે કહ્યું?

Text To Speech

રાજકોટ, 24 એપ્રિલ 2024, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ એક X-પોસ્ટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, સુરત વાળી રાજકોટમાં થતા અટકી છે. અગાઉ રાજકોટમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિક્રમ સોરાણીને ટિકિટ આપવાની વાતો વહેતી થઇ હતી અને હવે આગામી 29 તારીખના રોજ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવવાના છે. ટ્વીટમાં તેઓએ લખ્યું કે, જે તે સમયે મને આ વાતની જાણ કરી સાવચેત કરવા બદલ હું આભાર વ્યક્ત કરું છું.

વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો સુરતવાળી રાજકોટમાં થઈ હોત
આજે પ્રદેશ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, સુરતવાળી રાજકોટમાં પણ થવાની હતી, પરંતુ પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી આ ખેલ ભાજપ રાજકોટમાં ન પાડી શક્યું. રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતા હતા. જો કે, હવે આગામી 29 તારીખે વિક્રમ સોરાણી ભાજપમાં પ્રવેશ કરશે તેવી માહિતી સામે આવી છે. જો વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરતવાળી રાજકોટમાં થઈ હોત.

સુરતમાં જે બનાવ બન્યો તેમાં કોંગ્રેસની હત્યા થઇ
આ સાથે ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, સુરતમાં આજે 3 દિવસ બાદ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કે ડિસમિસ કરવામાં આવ્યા નથી. નિલેશ કુંભાણીને ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ. કારણ કે, સુરતમાં જે બનાવ બન્યો તેમાં કોંગ્રેસની હત્યા થઇ છે.

આ પણ વાંચોઃરાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન

Back to top button