IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

DC vs GT: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

દિલ્હી, 24 એપ્રિલ: IPL 2024ની 40મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમો સામ સામે છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (w/c), ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા(W), શુભમન ગિલ(C), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા, સંદીપ વોરિયર

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જો વાત કરીએ તો આ ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાંથી માત્ર 3 મેચમાં જીત મેળવીને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે હાલ પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમની વાત કરવામાં આવે તો ગુજરાતની ટીમે આ સિઝનમાં 8 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં ટીમે જીત મેળવી છે. જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ તે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે.

પિચ રિપોર્ટ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ છે. અહીંનું મેદાન નાનું હોવાના કારણે બોલ બોઉન્ડ્રીની લાઈને સરળ રીતે પહોંચી જાય છે. આ ઉપરાંત અહીં સ્પિનરોને ઘણી મદદ મળે છે. બોલ થોડા વિરામ સાથે બેટમાં આવે છે, આ સિઝનમાં અત્યાર સુધી અહીં રમાયેલી મેચમાં ઘણા રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ હાઇ-સ્કોરિંગ થવાની ધારણા છે.

દિલ્હીને ગુજરાત સામે જીત ખુબજ જરુરી

દિલ્હી કેપિટલ્સ ટીમ માટે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ હશે, કારણ કે પંતની દિલ્હીની ટીમ માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે. દિલ્હી કેપિટલ્સે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી માત્ર 3માં જ જીતનો સ્વાદ ચાખ્યો છે, જ્યારે ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ખેલાડીએ કરાટે ચેમ્પિયન બનતાની સાથે જ બધાને ચોકાવ્યા, તિરંગા અંગે કહ્યું…

Back to top button